બોટાદ પી.જી.વી.સી.એલની નવી પહેલ; પી.જી.વી.સી.એલ કર્મચારી દ્વારા લાઈટબિલ રિકવરીમા શ્રેષ્ઠ કામગીરી કરતા કર્મચારીઓને ગુલદસ્તો આપીને બિરદાવ્યા
બોટાદ પીજીવીસીએલ ટાઉન -૧ ફરજ બજાવતા આર આર મેણીયા હેલ્પર તેમજ બીએલ ગજ્જર મીટર રીડર તરીકે ફરજ બજાવે છે આ બંને કર્મચારી માર્ચ 2025 માં લાઈટબિલ રિકવરીમા શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે બોટાદ પીજીવીસીએલ ના લાંબા સમયથી બાકી વીજ બીલ કે જેની વારંવાર ગ્રાહકોને જાણ કરવા છતાં માનવંતા ગ્રાહક વીજ બીલ ભરતા નથી. માર્ચ મહિનો હિસાબી મહિનો હોવાથી માર્ચ 2025 ની બાકી લાઈટ બિલની કડક ઉઘરાણી કરવામાં આવી રહેલ હોય. ગ્રાહકઓને જણાવવાનું કે આપના વીજબિલ સમયસર ભરી આપે જેથી કરી આપના વીજ સપ્લાય ચાલુ રહે. જે ગ્રાહકો વીજ બિલના ભરે તો તો આ ગ્રાહકોનો પાવર સપ્લાય બંધ કરી વીજબિલ ભરાતા દંડ સહિત ની રકમ વસૂલવામાં આવે છે. જે દંડ ની રકમ ઘર વપરાશમાં-૧૦૦/કોમર્શિયલમાં ૨૦૦/ઇન્ડસ્ટ્રીયલ માં ૯૦૦ સહિત દંડ વસૂલ કરવામાં આવે છે જો દંડથી બચવું હોય તો સમયસર વીજબિલ ભરપાઈ કરવું જરૂરી છે ગ્રાહકો પોતાની ફરજ સમજે અને આ વીજ બિલ ઓનલાઇન paytm / google pay/ phonepe/ ભીમ એપ/ amazon પે/ ક્રેડિટ કાર્ડ/ ઇ ગ્રામ થી પેમેન્ટ એજન્સી વગેરે થી ભરી શકાય તેની માહિતી pgvcl ના કર્મચારી બી એલ ગજ્જર દ્વારા આપવામાં આવે છે તેમની આ પ્રશંસનીય કામગીરી બોટાદ શહેર તથા પીજીવીસીએલ કંપની બિરદાવે છે
રીપોર્ટર: ચિંતન વાગડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
