ધંધુકા એસટી કર્મચારીઓમાં રોષ - At This Time

ધંધુકા એસટી કર્મચારીઓમાં રોષ


ધંધુકા એસટી કર્મચારીઓના પ્રશ્ન ઉકેલ્યા વિના જ આંદોલન સમેટાતા ફિક્સ પગારના કર્મચારીઓમાં રોષ સંકલન સમિતિ દ્વારા લડત આંદોલન સમેટી લેવાની જાહેરાત થી નારાજગી

એસ ટીના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નથી પરંતુ માત્ર ખાત્રીના આધારે કર્મચારીઓના ત્રણેય યુનિયનની સંકલન સમિતિએ લડત આંદોલન સમેટી લેવાની જાહેરાતથી કર્મચારીઓમાં નારાજગી ઉઠવા પામી છે. જોકે એસ ટી કર્મચારીઓની સંકલન સમિતિએ બસના પૈડા થંભાવી દેવાની ચીમકી આપી હતી. ફિક્સ પગારી કર્મચારીઓના વેતનમાં વધારો સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા નહી હોવાની ચર્ચા કર્મચારીઓમાં જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંકલન સમિતિ દ્વારા બેઝિક અને ઘરભાડુ સહિત 19 જેટલા પડતર પ્રશ્નોના ઉકેલ માટે બસના પૈડાં થંભાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.દિપાવલી પર્વોના આગમન પહેલાં જ બસોના પૈડાં થંભાવી દેવાની ચિમકી થી રાજ્ય સરકાર હરકતમાં આવીને સંકલન સમિતિની સાથે બેઠક કરીને મનાવી લેવામાં સફળ રહી હતી. જોકે પ્રશ્નો ઉકેલની માત્ર બાંહેધરીના આધારે સંકલન સમિતિએ હડતાલ સમેટી લેતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે, જોકે ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતન રૂપિયા 26000 કરવાની માંગણી સ્વિકારવામાં આવી નથી.પગાર વિસંગતતાઓના કારણે પાંચ ઇન્ક્રીમેન્ટ બંધ છે.નવા પગાર પંચ મુજબ લાઇન કિલોમીટ૨ના નાણાં મળતા નથી.ઓવરટાઇમ પણ નવા પગાર મુજબ આપવામાં આવતો નહી હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે. ઉપરાંત નાઇટ એલાઉન્સમાં પણ વિસંગતતા દુર કરવામાં આવી નથી જેને પરિણામે 50 કિ.મી.ની કે 500 કિ.મી.ની નાઇટ કરે બન્ને નાઇટ એલાઉન્સ તરીકે માત્ર રૂપિયા 60 જ ચુકવવામાં આવે છે. નોકરીના 10 વર્ષ, 20 વર્ષ અને 30 વર્ષે ઉચ્ચત્તર ગ્રેડ પેની અમલવારી કરાતી નથી. બ્રેક ડાઉન કિસ્સામાં ઓવર ટાઇમનો લાભ મળતો નથી સહિતના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા જ નથી તેમ છતાં સમાધાન કરવામાં આવ્યું હોવાનું કર્મચારીઓમાં ચર્ચાએ જોર મચાવ્યું છે.હાલમા વિવિધ એસટી ડેપો ખાતે ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવી ને આંદોલન કરવાની તૈયારી બતાવી રહયા છે અને બીજી તરફ સંકલન સમિતિ ફિક્સ પગારના કર્મચારીઓના વિરોધ ને ઠારવાની પેરવીમાં લાગી ગયું છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.