વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા સક્રિય મહિલા સભ્યોની નોંધણી કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન... - At This Time

વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા દ્વારા સક્રિય મહિલા સભ્યોની નોંધણી કાર્યક્રમ સફળતા પૂર્વક સંપન્ન…


વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુસકીયા તથા મહામંત્રી સવિતાબેન મહેતા દ્વારા સક્રિય મહિલા સભ્યો નોંધણી કાર્યક્રમ તા.04-12-2024ના રોજ જિલ્લા કાર્યાલય વેરાવળ ખાતે યોજવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં સક્રિય મહિલાઓ ઉપસ્થિત રહેલ અને સક્રિય સભ્ય તરીકેની નોંધણી કરાવેલ જેમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી સ્મૃતિબેન શાહ, ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નિશાબેન ગોહેલ, મહામંત્રી હેમીબેન જેઠવા, મંત્રી હર્શાબેન પુજારી ઉપસ્થિત રહેલ તેમજ વેરાવળ પાટણ શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, સક્રિય સભ્યના ઇન્ચાર્જ પ્રોફેસર જીવાભાઈ વાળા તેમજ ગીરસોમનાથ જિલ્લા યુવા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ઝાલાએ હાજરી આપી અને સક્રિય મહિલા બહેનોને ખુબ ખુબ અભિનંદન આપેલા અને તે સક્રિય બહેનોના ફોર્મ જિલ્લા કાર્યાલયને સુપ્રત કરેલ આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ શહેર મહિલા મોરચાના બહેનોમાં આરતીબેન વણીક, ભાનુબેન તોતીયા, મમતાબેન મિશ્રા, પાર્વતીબેન મહેતો, રસીલાબેન વાઘેલા, મંજુબેન આગીયા, નાથીબેન છેલાણા, જિજ્ઞાસાબેન રાવલ, સ્વાતિબેન સંઘવી, નિમિતાબેન ચાવડા, ચંદ્રિકાબેન નીમાવત, ભાવનાબેન વીસાવાડિયા, ચંદ્રિકાબેન માવધિયા, વિજયાબેન ડોડીયા વિગેરેએ ખુબજ જહેમત ઉઠાવેલ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.