ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા અને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી - At This Time

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા અને મંદિરના શિખર પર ધજા અર્પણ કરી


શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે.સાથે-સાથે વીઆઈપી પણ દર્શન કરવા આવતા હોય છે અને અનેકો નેતાઓ પણ દર્શન કરવા આવતા હોય છે. આજે બપોરે અંબાજી મંદિરમાં ગુજરાત સરકારના પૂર્વ ગૃહ મંત્રી અને વટવાના પૂર્વ ધારાસભ્ય પ્રદિપસિંહ જાડેજા માં અંબા ના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા અને ગુજરાત અને દેશનો વિકાસ થાય તે માટે તેમણે પ્રાર્થના પણ કરી હતી.
અંબાજી મંદિરમાં આજે બપોરે ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પોતાના પરિવાર સાથે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા.અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરમાં બપોરની આરતીમાં તેઓ જોડાયા હતા અને અંબાજી મંદિરના શિખર ઉપર ધજા પણ અર્પણ કરી હતી.અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને ચુંદડી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.અંબાજી મંદિરની ગાદીમાં ભટ્ટજી મહારાજ દ્વારા પ્રદિપસિંહ જાડેજા અને તેમના પરિવારને રક્ષા કવચ પણ બાંધવામાં આવ્યું હતું અને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. ધજાની પૂજા જીગરભાઈ રાવલ મહારાજ દ્વારા કરાઈ હતી જ્યારે ગાદીપતિ ભરતભાઈ પાધ્યા દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.