રાજકોટ મહાનગરપાલિકા “પોલિયો દિવસ” અંતર્ગત “પોલિયો વિરોધી રસીકરણ” કાર્યક્રમ યોજાયા.
રાજકોટ શહેર તા.૯/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પોલિયો દિવસ” અન્વયે શહેરના ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શહેરના કુલ ૨૩ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ-૨૮૦ બુથ પર જન્મથી શરૂ કરીને પ વર્ષ સુધીના કુલ-૬૪,૩૬૩ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી. આ રસીકરણ ઝુંબેશમાં કુલ-૧૧૨૦ થી વધારે આંગણવાડી વર્કસ, હેલ્પર, આશા બહેનો અને નર્સિંગ સ્ટુડન્ટ જોડાયા હતા. શહેરની વિધાનસભા વાઇઝ મુખ્ય ૪ સ્થળો ખાતે રસીકરણ શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભા વાઈઝ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોને બે ટીપાં પોલિયોનાં પીવડાવી કાર્યક્રમનો શુભારંભ કરાવેલ. વિધાનસભા-૬૮ (વોર્ડ નં.૩,૪,૫,૬,૧૫,૧૬) માં વોર્ડનં.૬, કબીરવન સોસાયટી ગાર્ડન, કબીરવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની બાજુમાં, સંતકબીર રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારંભ મેયર નયનાબેન પેઢડીયાના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલિપભાઈ લુણાગરીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, દેવુબેન જાદવ, કુસુમબેન ટેકવાણી, RCHO ડૉ.લલિત વાંજા, નાયબ આરોગ્ય અધિકારી જાડેજા, મેડિકલ ઓફિસર ડૉ.હેમાંગ રાવલ, વોર્ડનં.૬ના પ્રમુખ અંકિતભાઈ દુધાત્રા, વોર્ડના અગ્રણીઓ કાનાભાઈ ઉઘરેજા, સુનિલભાઈ ટેકવાણી, મનસુખભાઈ જાદવ, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા. વિધાનસભા-૬૯ (વોર્ડ.નં.૧,૨,૮,૯,૧૦) માં વોર્ડનં.૯, વોર્ડ ઓફિસ, પેરેડાઈઝ હોલની બાજુમાં, અભયભાઈ ભારદ્વાજ કોમ્યુનિટી હોલ સામેયોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારંભ સાંસદ રામભાઈ મોકરિયા તથા વિધાનસભા-૬૯ના ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, દંડક મનિષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, કોર્પોરેટર ડૉ.દર્શના પંડ્યા, આશાબેન ઉપાધ્યાય, જીતુભાઈ કાટોડીયા, દક્ષાબેન વસાણી, વોર્ડનં.૯ ના મહામંત્રી પ્રવિણભાઈ સેગલીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, શહેર યુવા મોરચા ઉપપ્રમુખ દેવુભાઇ ગજેરા, આરોગ્ય અધિકારી ડૉ.જે.એલ.વકાણી, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા. વિધાનસભા-૭૦ (વોર્ડ.નં.૧૩,૧૪,૧૭)માં વોર્ડનં.૧૪, કામદાર કલ્યાણ કેન્દ્ર, કોઠારીયા કોલોની, સોરઠીયાવાડી ગાર્ડન પાસે, ૮૦ ફૂટ રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારંભ વિધાનસભા-૭૦ ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા વરદ્દ હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, વિનુભાઈ ઘવા, કીર્તિબા રાણા,વોર્ડ અગ્રણી વિપુલભાઈ માખેલા, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા. વિધાનસભા-૭૧ (વોર્ડ.નં.૧૧,૧૨,૧૮)માં વોર્ડનં.૧૨, શ્રી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપ, પુનીતનગર ૮૦ ફૂટ રોડ, તપન હાઇટ્સ એપા.ની બાજુમાં, વાવડી ખાતે યોજાયો હતો. આ કાર્યકમનો શુભારંભ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ૭૧-વિધાનસભાના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના વરદ્દ હસ્તે દ્દિપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, પૂર્વ મેયર અને વોર્ડનં.૧૨ના કોર્પોરેટર ડૉ.પ્રદિપ ડવ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કોર્પોરેટર મિતલબેન લાઠીયા, દક્ષાબેન વાઘેલા, વિનુભાઈ સોરઠીયા, મહિલા મોરચાના કિરણબેન હરસોડા, વોર્ડ અગ્રણી ચેતન હિરપરા,નટુભાઈ વાઘેલા, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.ઉમંગકિશોર ચૌહાણ, એપેડેમીક ઓફીસર ડૉ.કડીયાતર, મેડીકલ ઓફિસર ભૂમિ કમાણી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વી.ડી.ઘોણીયા, આરોગ્ય શાખાના કર્મચારીઓ તથા રસીકરણ માટે આવેલ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ હતા. આ રસીકરણ કાર્યક્રમમાં કુલ-૬૪,૩૬૩ જેટલા બાળકોને રસી આપવામાં આવી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.