થાનગઢમાં જનતાની વેદનાને વાચા આપવા આમ આદમી પાર્ટી મેદાનમાં
ગંદકી રસ્તા ગટર ઓવરબ્રિજ અને ભ્રષ્ટાચાર સામે આપનુ રણશિંગુ
થાનગઢમાં છેલ્લા વર્ષોથી નગરપાલિકાના કામોમાં થાગડધીગડ કામો થઈ રહ્યા છે અને સરકારી નાણાંનો ગેરઉપયોગ નરી આખે જોઈ શકાય છે ત્યારે થાનગઢની જનતાનો અવાજ બની આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા આજે રેલી સ્વરૂપે મુખ્ય માર્ગો ઉપર નીકળી રજુઆત કરવામાં આવી હતી આજરોજ "આપ" નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં થાનગઢ શહેર માં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો પીડાઈ રહ્યા છે ત્યારે લોકોની વેદનાને વાચા આપવાના પ્રયાસો કરી રેલી યોજવામાં આવી બાદમાં મામલતદારને આવેદન પત્ર સાથે અલ્ટીમેટમ આપવામાં આવ્યું જો રસ્તાના ખાડા પૂરવામાં નહીં આવે અને ગટરો સાફ કરાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આક્રમક રજૂઆત કરીશું તેમજ લોક ફાળો કરી ખાડા પૂરવાનું કામ કરીશું આ તકે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં થાનગઢ શહેર પ્રમુખ આપ જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યા માં કાર્યકરો અને ગામજનો મહિલાઓ હાજર રહ્યા હતા થાનગઢ નગરપાલિકામાં હાલ ચિફ ઓફીસર હેઠળ શાસન ચાલે છે અને પ્રજાને સુખ સુવિધામા નિષ્ફળ રહ્યાં છે ત્યારે વિપક્ષની ભુમિકામા આમ આદમી પાર્ટી જંપલાવતા રાજકીય હલચલ મચી જવા પામી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.