જંગલેશ્વર એકતા કોલોનીમાં જુગાર રમતા 10 ઝડપાયા
રાજકોટના જંગલેશ્વર એકતા કોલોનીમાં તીનપતીનો જુગાર રમતા 10 શખ્સોને રોકડ રૂા.10940 સાથે ભક્તિનગર પોલીસે ઝડપી લઈ ગુનો નોંધેલ છે. આ અંગેની મળતી વિગત મુજબ જંગલેશ્વર એકતા કોલોની શેરી નં.1માં જાવેદ હનીફભાઈ બ્લોચે ભાડે રાખેલ મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી આધારે ભક્તિનગર પોલીસની ટીમે રેઈડ પાડી જુગાર રમતા જાવેદ હનીફ બ્લોચ, હમજા રફીક સૈયદ, સાબીર અલી અબ્દુલનાનશા ફકીર, સંદીપ ભગવાનજીભાઈ પરીયા, મોહસીન હનીફભાઈ મન્સુરી, પ્રકાશ ભીખુભાઈ ઓડેદરા, નસીબુદીન છબીનભાઈ શાહ, સોહમ રોહીતભાઈ પરમાર, શકીલ બસીરભાઈ મીર, રવી ભુદવભાઈ સુરેલને રોકડ રૂા.10940નાં મુદામાલ સાથે પો.સબ.ઈન્સ. એમ.એન.વસાવા સહિતના સ્ટાફે ઝડપી લઈ ગુનો નોંધેલ છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.