મારામારી અને દારૂ ગુન્હામાં સંડોવાયેલા ઈસમ પાસા તળે પાલરા (ભુજ) જેલ હવાલે કરવામાં આવ્યો - At This Time

મારામારી અને દારૂ ગુન્હામાં સંડોવાયેલા ઈસમ પાસા તળે પાલરા (ભુજ) જેલ હવાલે કરવામાં આવ્યો


(પ્રતિનિધી વનરાસિંહ ધાધલ)
બોટાદ શહેરના સાળંગપુર રોડ અમન ટાવર પાછળ રહેતો અને મારામારી તથા પ્રોહીબિશન ના 15 જેટલા ગુન્હા સંડોવાયેલ ફિરોજ ઉર્ફે કાજી સબીરભાઈ કુરેશી વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી આઈ ખરાડી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટએ દરખાસ્ત મંજૂર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલસીબી ના ઇન્ચાર્જ પીઆઈ જે બી પંડિત તથા સ્ટાફે ફિરોજ ઉર્ફે કાજી સબીરભાઈ કુરેશીને અટક કરી પાસા વોરંટની બજવણી કરી પાલારા (ભુજ) ખાસ જેલ ખાતે મોકલી આપેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.