બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ એટલે સમગ્ર ગુજરાતમાં ઉજવાતો "શાળા પ્રવેશોત્સવ* *પ્રાંતિજ ના શાંતીપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો* - At This Time

બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ એટલે સમગ્ર ગુજરાતમાં ઉજવાતો “શાળા પ્રવેશોત્સવ* *પ્રાંતિજ ના શાંતીપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો*


*બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો ઉત્સવ એટલે સમગ્ર ગુજરાતમાં ઉજવાતો "શાળા પ્રવેશોત્સવ*

*પ્રાંતિજ ના શાંતીપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના દિશાદર્શનમાં આજથી સમગ્ર રાજ્યભરમાં શરૂ થયેલ વિદ્યાના ત્રિ-દિવસીય ઉત્સવ સમાન "કન્યા કેળવણી મહોત્સવ" અને "શાળા પ્રવેશોત્સવ"ના અનુસંધાને પ્રાંતિજના શાંતિપુર પ્રાથમિક શાળામાં આયોજિત કાર્યક્રમમાં પ્રાંતિજ-તલોદ ના લોક લાડીલા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિત માં યોજવામાં આવ્યો.ઉપસ્થિત વિદ્યાર્થીઓ સાથે હૂંફાળો સંવાદ સાધ્યો તેમજ સૌને ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે પ્રોત્સાહિત કર્યા.

દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલ "શાળા પ્રવેશોત્સવ" અને "કન્યા કેળવણી મહોત્સવ" જેવી મહત્ત્વકાંક્ષી પહેલથી રાજ્યમાં નિશ્ચિતપણે શાળાકીય શિક્ષણની કાયાપલટ થઈ છે.

ચાલો, આપણે સૌ આ પ્રવેશોત્સવને લોકોત્સવ બનાવીએ અને શાળામાં બાળકોનું ૧૦૦% નામાંકન કરાવી ભૂલકાઓના સુવર્ણ ભવિષ્યનો પાયો વધુ મજબૂત બનાવીએ.તેવું આહવાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરોએ ગ્રામજનો તેમજ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.