વિરપુર તાલુકાના આસપુર ગામે PSI ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો... - At This Time

વિરપુર તાલુકાના આસપુર ગામે PSI ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવ્યો…


ગ્રામજનોને વિવિધ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું...

મહિસાગર જીલ્લાના વિરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે એમ માલીવાડ ની અધ્યક્ષતામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓ અને સ્થાનિક ગ્રામજનોને બચાવવા માટે લોક દરબારનું આયોજન ઠેર ઠેર કરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર જીલ્લાના પોલીસ વડા જયદીપસિહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં લોકદરબાર યોજી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના અન્વયે વિરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે એમ માલીવાડની અધ્યક્ષતામાં વિરપુર તાલુકાના આસપુર ગ્રામ પંચાયત ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પોલીસ સ્ટેશનના પીએસઆઇ દ્વારા ગ્રામજનો વ્યાજખોરોની માહિતી આપવા બાબતેની ચર્ચા કરવામાં આવી હતી.અને કોઈપણ વ્યાજખોર ખોટી રીતે કે બળજબરીથી વ્યાજ વસૂલતો હોય કે કોઈપણ વેપારીને હેરાન કરતો હોય તો તાત્કાલિક વિરપુર પોલીસને જાણ કરવા તેમજ વ્યાજખોરોની માહિતી આપનારની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે તેવી સમજ આપવામાં આવી હતી આમ વ્યાજખોરો સામે લાલ આંખ કરવા માટે ભરાયેલ લોક દરબારને લઈને તાલુકાના વ્યાજખોરોમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.