ખાદ્યતેલોમાં વધુ ૧૦ થી ૪૦ રૂા.નો ઘટાડો - At This Time

ખાદ્યતેલોમાં વધુ ૧૦ થી ૪૦ રૂા.નો ઘટાડો


રાજકોટ, તા.,ર : ખાદ્યતેલોમાં મંદીનો દોર યથાવત રહયો છે. આજે પામતેલમાં વધુ ૪૦ , કપાસીયા તેલમાં ર૦ રૂા. અને સીંગતેલમાં ૧૦ રૂપીયાનો ઘટાડો નોંધાયો છે.
સ્‍થાનીક બજારમાં પામતેલની આયાતો વધતા સતત ભાવો તૂટી રહયા છે. આજે એક જ ઝાટકે પામતેલમાં વધુ ૪૦ રૂપીયાનો કડાકો બોલી ગયો છે. પામતેલ લુઝના ભાવ ૧૦૪૫ રૂા. હતા તે ઘટીને આજે બપોરે ૧૦૦૫ રૂા. ભાવ બોલાયા હતા. પામોલીન ટીનના ભાવ ૧૬૮૦ થી ૧૬૯૦ રૂા. હતા તે ઘટીને ૧૬૪૦ થી ૧૬પ૦ રૂા. થયા હતા.
સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં નવા કપાસ અને મગફળીની આવકો શરૂ થતા કપાસીયા તેલ અને સીંગતેલના ભાવો પણ ઘટી રહયા છે. કપાસીયા તેલ વધુ ર૦ રૂપીયા ઘટતા કપાસીયા તેલ લુઝના ભાવ ૧૨૨૫ રૂા. થી ૧ર૪પ રૂા. હતા તે ઘટીને આજે ૧ર૦૦ થી ૧રરપ રૂા. ભાવ થયા હતા. કપાસીયા ટીનના ભાવ ૨૩૬૫ થી ૨૪૧૫ રૂા. હતા જે ઘટીને ર૩૪૫ થી ર૩૯પ રૂા. થયા હતા. તેમજ સીંગતેલમાં ૧૦ રૂપીયાના ઘટાડા સાથે સીંગતેલ લુઝના ભાવ ઘટીને ૧૬રપ રૂા. થયા હતા. સીંગતેલ નવા ટીનના ભાવ ર૭૯૦ થી ર૮૪૦ રૂા. હતા તે ઘટીને ૨૭૮૦ થી ર૮૩૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. આગામી દિવસોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.