દિવ્યાંગ બસ પાસ યોજનાની મદદથી ચિંતા વગર મફતમાં એસ.ટી.બસ મારફતે પ્રવાસ કરીએ છીએ : દિવ્યાંગ લાભાર્થીનો મીડિયામાં અભિપ્રાય (રિપોર્ટ અસરફ જાંગડ) - At This Time

દિવ્યાંગ બસ પાસ યોજનાની મદદથી ચિંતા વગર મફતમાં એસ.ટી.બસ મારફતે પ્રવાસ કરીએ છીએ : દિવ્યાંગ લાભાર્થીનો મીડિયામાં અભિપ્રાય (રિપોર્ટ અસરફ જાંગડ)


દિવ્યાંગ બસ પાસ યોજનાની મદદથી હું અને મારા પત્ની કોઈપણ ચિંતા વગર મફતમાં એસ.ટી.બસ મારફતે પ્રવાસ કરીએ છીએ : દિવ્યાંગ લાભાર્થી હુસૈનભાઈ
(રિપોર્ટ અસરફ જાંગડ)
રાજ્યસરકાર દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ઘણાં વર્ષોથી બોટાદના હુસૈનભાઈ અને તેમના પત્ની રાજ્ય સરકારની દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત સમગ્ર રાજ્યમાં નિ:શૂલ્ક મુસાફરી કરી રહ્યા છે.,હુસૈનભાઈએ પોતાનો અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, હું અને મારા પત્ની અમે બંને દિવ્યાંગ છીએ. સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમને દિવ્યાંગ બસ પાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવ્યો છે.જેના થકી અમે કોઈપણ અડચણ કે ચિંતા વગર મફતમાં એસ.ટી.બસ મારફતે પ્રવાસ કરીએ છીએ. જે બદલ મારો સમગ્ર પરિવાર સરકારનો આભારી છીએ.”દિવ્યાંગ બસ પાસ યોજના દિવ્યાંગજનોને સુલભ સેવાઓ અને સહાય પૂરી પાડવાના રાજ્યના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. જેના થકી દિવ્યાંગ નાગરિકો સુધી જાહેર સેવાઓની સમાન પહોંચ મળી રહી છે, જેથી તેઓ વધુ સ્વતંત્ર અને પરિપૂર્ણ જીવન જીવવામાં મદદ મળી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.