ગરમીથી બચવા તમારી જાતને આ પ્રશ્નો પૂછો! - At This Time

ગરમીથી બચવા તમારી જાતને આ પ્રશ્નો પૂછો!


* શું હું પૂરતું પાણી પીઉં છું?
* શું હું આછા રંગના કપડાં પહેરું છું?
* શું હું ગરમીની બીમારીના લક્ષણોથી વાકેફ છું?
* શું મેં દિવસના સૌથી ગરમ સમયમાં શારીરિક પ્રવૃત્તિ ઓછી કરી છે?
* શું મેં મિત્રો, કુટુંબીજનો અથવા પાલતુ પ્રાણીઓની તપાસ કરી છે કે તેઓ પણ પૂરતું પાણી પી રહ્યા છે કે નહીં?

*ઉનાળામાં આ વાતનું રાખો ખાસ ધ્યાન*
1. ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા તેલવાળા તેમજ પ્રોટીનયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
2. ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
3. ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4. ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહીં, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પીવા જોઈએ. પરંતુ આ જ્યૂસમાં બરફ ન ઉમેરવો જોઈએ.
5. તાજા ફળો જેમ કે તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
6. હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.