હળવદ મહર્ષિ ગુરુકુળમાં ઇનોવેટીવ ફેર યોજાયો
ઝાલાવાડની શૈક્ષણિક નગરી તરીકે પ્રસિદ્ધ મહર્ષિ ગુરુકુલ શિક્ષણ અને સમાજ પ્રબોધન અર્થે નિત્ય નવા પ્રયોગો અને આયોજન માટે જાણીતું છે .તા.02/03/2024ને શનિવારના રોજ મહર્ષિ ગુરુકુળ કેમ્પસમાં મહર્ષિ ઈંગ્લીશ સ્કૂલ (CBSE) અને મહર્ષિ વિદ્યાલય (ગુજરાતી મીડીયમ)ના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષય આધારિત પ્રોજેક્ટ તેમજ વર્કિંગ મોડેલ બનાવીને ઇનોવેટિવ ફેર - 2024નું આયોજન કરવામાં આવ્યું
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં સૂચવેલ પ્રોજેક્ટ બેઇઝ લર્નિંગ, બેગ્લેસ ડે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, સ્કીલ બેઇઝ લર્નિંગ અને ભારતીય જ્ઞાન પરંપરા અંતર્ગત ઇનોવેટિવ ફેર નું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાલયના 700 થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા 400 જેટલા જુદા જુદા પ્રોજેક્ટ બનાવીને પૃથ્વી પરના વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને કુદરતના વિશ્વમયકારક ઘટનાઓને સમજવા માટે પહેલ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ સ્માર્ટ વિલેજ, સિક્યુરિટી સિસ્ટમ, એગ્રીકલ્ચર, સોલાર એનર્જી ઉપયોગ, પરંપરાગત પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ, આપત્તિ વેળાએ ઉપયોગી ટેકનોલોજી, અર્થક્વિક ડિટેક્ટર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ, રીવર ક્લિનિંગ સિસ્ટમ, ફિલ્ટર, જનરેટર, સ્માર્ટ સિટી, માર્ગ પરિવહન તંત્ર, હાઇડ્રોલિક ટેકનોલોજી, ખગોળીય ઘટનાઓ, બ્રહ્માંડ અને તેના રહસ્યો જેવા અનેકવિધ વિષયો ઉપર મોડેલની પ્રસ્તુતિ કરવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા ભારતની વિવિધ ભાષાઓ સમજવા અને સમજાવવા માટેના ટુલ્સ તૈયાર કરવામાં આવ્યા. સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત, સંસ્કૃત, ગુજરાતી, ઇકોનોમિક્સ, હિન્દી, અંગ્રેજી, સંગીત, ચિત્ર, યોગ, ખેલકૂદ, જેવા જુદા જુદા વિષયો પર પ્રોજેક્ટ વર્ક કર્યું. મહર્ષિ ઈંગ્લીશ સ્કૂલ અને મહર્ષિ વિદ્યાલયના શિક્ષકો દ્વારા સંયુક્ત રીતે ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું.
મહર્ષિ ગુરુકુલના ડાયરેક્ટર રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ બાળકોની સુષુપ્ત શક્તિ ખીલવવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં સુચવ્યા મુજબ 21મી સદીની વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ માટે ઇનોવેટિવ ફેરનું આયોજન કરવામાં આવ્યું. આવા આયોજનથી શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ પોતાના વિચાર અને કૌશલ્ય વર્ધન માટેનો અવસર પ્રાપ્ત થાય છે. અંતે તો ભારતની ભાવિ પેઢીનો મજબૂત પાયો નંખાય છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.