ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ નાં સંયુક્ત ઉપક્રમે ઉના ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો - At This Time

ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ નાં સંયુક્ત ઉપક્રમે ઉના ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો ———


ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ નાં સંયુક્ત ઉપક્રમે ઉના ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો
---------
માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન
ગીર-સોમનાથ તા. -૧૨, ગીર-સોમનાથ જિલ્લા માહિતી કચેરી અને એ.આર.ટી.ઓ. ના સંયુક્ત ઉપક્રમે ઉના ટાવરચોક ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતુ. એ.આર.ટી.ઓ. વાય.એચ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ જાગૃતિ યુવા કલા ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટકના માધ્યમથી વાહન ચલાવતા સમયે હેલ્મેટ, સીટબેલ્ટ, રોન્ગ સાઇડમાં સર્વીસ લાઇનનો ઉપયોગ કરવા અને ગતી મર્યાદામાં વાહન ચલાવવા સહિતની તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી.
માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન કરવામાં આવેલ છે. ઉના ખાતે યોજાયેલ માર્ગ સલામતી જન જાગૃતિ નાટક પ્રસંગે એ.આર.ટી.ઓ. કચેરીના શ્રી જી.પી.માંગુકીયા અને એચ.એમ.ગોહીલ તથા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.