જવાબદારીઓ
જવાબદારીઓ
ક્યારેક જવાબદારીઓ એક બાજુ રાખી દઉં છું,
અને આમ કરી મારી જાત ને હું પોરહાવી લઉં છું.
મસ્તી મજાક અને મિજાજ વાળો માણસ રહ્યો હું
બે ઘડી બાળકો સાથે હું પ્રેમ ભરી વાતો કરી લઉં છું
જોવે જો કોઈ નાચતો મને સાવ ખુલ્લા આકાશ નીચે
તો એ પણ હસે અને હું પણ સામે થોડું હસી લઉં છું
મોટા થઈ ગયા ઉમરમાં એ કાર્યો યાદ અપાવે છે મને
નહિતર હું પણ નાદાનગીમાં અટકચાળા કરી લઉં છું
"આત્માનંદી" જિંદગી સમજાણી એ પછીના ખેલ છે આ
બાકી તો હું પણ ચીંધે એની નજરમાંથી છટકાવી લઉં છું
( હેમાલી શિયાણી)
( "આત્માનંદી" )
( પોરબંદર )
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.