શાળાનો સમય કલાક મોડો કરવા છૂટછાટ, બીમારને સ્કૂલે નહીં મોકલવા સૂચના
DEOએ કહ્યું, જે-તે શાળા સ્વૈચ્છિક રીતે શાળાનો સમય વિદ્યાર્થીઓના હિતમાં મોડો કરી શકશે
રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ કાતિલ ઠંડીની લહેર અનુભવાઈ રહી છે. તાપમાનનો પારો ગગડતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે ત્યારે સૌથી વધુ ઠંડીની અસર વહેલી સવારે સ્કૂલે જતા ભૂલકાંઓ અને મોટા વિદ્યાર્થીઓને થઇ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની તમામ શાળા સંચાલકોને સ્કૂલનો સવારનો સમય એક કલાક સુધી મોડો કરવા સ્વેચ્છાએ નિર્ણય લઇ શકે તે માટેની છૂટછાટ આપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક શાળા સંચાલક પોતાની રીતે જ તેમની શાળાનો સમય મોડો કરી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.