અમરેલી જિલ્લાના વિકાસને મળશે વેગ : રુ.૧૨.૬૧ કરોડના ૪૯૧ વિકાસના કામો મંજૂર કરાયા - At This Time

અમરેલી જિલ્લાના વિકાસને મળશે વેગ : રુ.૧૨.૬૧ કરોડના ૪૯૧ વિકાસના કામો મંજૂર કરાયા


અમરેલી જિલ્લાના વિકાસને મળશે વેગ : રુ.૧૨.૬૧ કરોડના ૪૯૧ વિકાસના કામો મંજૂર કરાયા

રાજ્યના મત્સ્યદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ યોજાઈ હતી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા-સુખાકારીમાં વધારો કરતા રુ.૧૨.૬૧ કરોડના ખર્ચે થનારા ૪૯૧ વિકાસના કામો મંજૂર  કરવામાં આવ્યા છે.

બેઠકમાં, જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સહિતના પદાધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં જિલ્લાના ૧૧ તાલુકાઓ અને ૯ નગરપાલિકાઓ માટે વિવિધ અનુદાન હેઠળ વિકાસ કાર્યોનું આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને લગતી ચર્ચાના અંતે અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ આ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી, આ સાથે તેમણે પ્રજાલક્ષી આ વિકાસના કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી.અગાઉ બાકી રહેલા વિકાસના કામોની સમીક્ષા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી, આ કામોને પણ વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રુ.૧૨.૬૧ કરોડના ખર્ચે થનાર ૪૯૧ વિકાસના કામોમાં રસ્તા, ભૂગર્ભ ગટર, પૂર સંરક્ષણ દિવાલ, કોઝ-વે, વોશિંગ-ઘાટ, આંગણવાડી, સ્ટ્રીટ લાઈટ, બસ સ્ટેન્ડ વગેરે જેવા માળખાકીય અને જનસુખાકારીના કામોને આવરી લેવામાં આવ્યા છે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા,  જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક શ્રી એન.આર. ટોપરાણી,  જિલ્લા આયોજન અધિકારી શ્રી એચ. બી. પટેલ, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ,  સહિતના જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત અધિકારીશ્રી- કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.