ગાંધીનગર ના સાદરા ગામમાં ઘન કચરા ની લેન્ડફીલ સાઈડ બનાવવા ના વિરોધના સાદરા, માધવગઢ, જાખોરા એ વિરોધ નોંધાવ્યો.
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા આજે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ 2016 અન્વયે મહાનગરપાલિકા ગાંધીનગર માં ઉત્પન્ન થતા મ્યુનિસિપલ ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે યોગ્ય નિકાલ કરવા માટે સાદરા ગામ ખાતે લેન્ડફિલ સાઈડ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે આજે સાદરા, જાખોરા, માધવગઢ જેવા ગામો દ્વારા સાદરા ગામમાં લેન્ડફિલ સાઈડ ન બનાવવા માટે ગાંધીનગર કલેકટર ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં આ ત્રણેક ગામોના ગ્રામજનો દ્વારા આ લેન્ડ ફીલ સાઈડ મામલે ઉગ્ર જોવા મળ્યા હતા અને વધુમાં જણાવતા જો લેન્ડફિલ સાઈડ બનાવી કચરો સાદરા ગામમાં લાવવામાં આવશે તો આ ત્રણ ગામો દ્વારા ઉગ્ર આંદોલન તેમજ તાજેતર માં આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.