રાજકોટ ઘરફોડી ચોરી કરતા રીઢા ગુનેગારને પકડી પાડી મુદ્દામાલ રીકવર કરતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ શહેર તા.૧૨/૧૧/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેરમાં થતી વાહન ચોરી, ઘરફોડ ચોરી, તથા ચીલઝડપ, લુંટ, વિગેરે અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ ચોરીમાં ગયેલ મુદ્દામાલ તેમજ આરોપીઓને શોધી કાઢી મુદ્દામાલ ની રીકવરી કરવા અંગે સુચના કરેલ હોય P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ એ.એન.પરમાર તથા ટીમના માણસો દ્વારા ખાનગી રાહે હકીકત મળેલ હોય, મોહિલરાજસિંહ ગોહિલ તથા અર્જુનભાઈ ડવ નાઓને તેમજ સુરત શહેરથી આવેલ પોલીસ કર્મચારીઓને પણ ખાનગી રાહે તેમજ ચોકકસ હ્યુમન સોર્સીસ થી સાથે મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે મેન્ટર પ્રોજેકટ હેઠળનો આરોપી નામે પ્રદિપ ઉર્ફે પદીયો કાળુભાઈ પઢારીયા તેમજ તેની સાથે રહેલ મહીલા મિત્રને પકડી મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જે મજકુર ઇસમને અટક કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાયૅવાહી કરી આગળની કાર્યવાહી કરવા માટે સુરત શહેર, પુણા પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ કરવામાં આવેલ છે તેમજ મહીલાને તેના માતાને સોંપવામાં આવેલ છે. પ્રદિપ ઉફે પદીયો કાળુભાઈ પઢારીયા. જાતે-લુહાર ઉ.૨૩ રહે.ગુલાબનગર, કોઠારીયા સોલવન્ટ, શેરીનં.૩ રાજકોટ. BNS કલમ-૩૦૫(એ) ૩૩૧(૩) આશરે ૧૫ થી ૨૦ દિવસ પહેલા જુનાગઢમાં કાડવા ચોકની આજુબાજુમાં આવેલ પોલસ્ટાર એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે દિવસ દરમ્યાન બપોરના સમયે તાળુ તોડી ચોરી કરેલાની કબુલાત આપેલ છે. આશરે ૪ થી ૫ દિવસ પહેલા અમદાવાદ ખાતે રાયપુર વિસ્તારમાં આવેલ રાજશ્રી હોટલમાં રોકાયેલ હતા અને બીજા દિવસે તે હોટલની નજીકમાં આશરે ૩ કિ.મી. અંદર આવતી સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં પાંચમો અથવા છઠ્ઠા માળે બપોરના સમયે બંધ ફલેટ હોય તે ફલેટમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયા ની ચોરી કરેલાની કબુલાત આપેલ. સોના ચાદિના દાગીના મળી કુલ કિ.૫,૩૦,૦૭૫ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.