તુ અમને કેમ ફોન કરી હેરાન કરે છે કહી યુવાન પર તેની પ્રેમિકા સહિત પાંચ શખ્સોનો હિંચકારો હુમલો - At This Time

તુ અમને કેમ ફોન કરી હેરાન કરે છે કહી યુવાન પર તેની પ્રેમિકા સહિત પાંચ શખ્સોનો હિંચકારો હુમલો


આંબેડકરનગરમાં તું અમને કેમ ફોન કરી હેરાન કરે છે કહીં યુવાન પર તેની પ્રેમિકા સહિત પાંચ શખ્સોએ છરી અને પાઈપથી હુમલો કરતાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે 150 ફૂટ રિંગરોડ પર આંબેડકરનગર શેરી નં.7 માં રહેતાં નરેશભાઇ પરસોતભાઈ ચૌહાણ (ઉ.વ.38) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રેખાબેન દેવજી રાઠોડ, હર્ષદ રાઠોડ, પુનિત, પિન્ટુ અને મોહનનું નામ આપતાં માલવીયાનગર પોલીસે કલમ 324, 323, 504, 506(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જાહેરાતના બોર્ડ બનાવે છે. છેલ્લા 10 વર્ષથી રેખા રાઠોડ સાથે લીવ ઈન રીલેશન શીપમા રહેતો હતો. બંને વચ્ચે ઝઘડો થતાં રેખા છેલ્લા થોડાં સમયથી અલગ અલગ રહેવા જતી રહેલ હતી. ગઈકાલે બપોરના તેઓ ઘરે હતાં ત્યારે રેખા તથા તેનો ભાઇ હર્ષદ રાઠોડ, તેનો મિત્ર પુનીત અને પિન્ટુ ઘસી આવેલ અને કહેવા લાગેલ કે, તુ અમને કેમ ફોન કરી હેરાન કરે છે કહી ઝગડો કરવા લાગેલ અને હર્ષદે લોખંડનો પાઈપ મથાના ભાગે મારેલ અને પુનીતે માથાના ભાગે છરી ઝીંકી દિધી હતી.
તેમજ પિન્ટુ તથા રેખાએ ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. દરમિયાન હર્ષદ ફરીથી મારવાનો પ્રયાસ કરતાં તેઓ રાડો પાડવા લાગતાં હુમલાખોરો નાસી છૂટ્યા હતાં. બાદમાં ફરિયાદીની માતા દોડી આવ્યા હતાં
ત્યારે ફરિવાર રેખા તથા મોહન ઘસી આવેલ અને માર મારવા લાગેલ તેમજ તેમની માતાને પણ ઢીકાપાટૂનો માર મારી નાસી છૂટ્યા હતાં. બાદમાં લોહીલુહાણ હાલતમાં ફરિયાદીને 108 મારફતે સારવારમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધી એએસઆઈ એ.જે.કાનગડ અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.