પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓની વિકલાંગતામા રાહત થાય તેવા સાધનો માટે શારીરિક મૂલ્યાંકન કેમ્પનું આયોજન હાથ ધરાશે - At This Time

પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓની વિકલાંગતામા રાહત થાય તેવા સાધનો માટે શારીરિક મૂલ્યાંકન કેમ્પનું આયોજન હાથ ધરાશે


પંચમહાલ જિલ્લામાં આગામી તા. ૪ થી ૯ ડિસેમ્બર દરમિયાન એડી૫ (ADIP) યોજના હેઠળ કેમ્પનું આયોજન કરાશે

પંચમહાલ

ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગની એડી૫ (ADIP) યોજના હેઠળ દિવ્યાંગ સશક્તિકરણ વિભાગ હસ્તકના કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી પંચમહાલ જીલ્લામાં તા. ૪ થી ૯ ડિસેમ્બર દરમિયાન તાલુકાના સ્થળોએ દિવ્યાંગ વ્યકિતઓની વિકલાંગતામાં રાહત થાય તેવા સાધનો માટે શારીરિક મૂલ્યાંકન કેમ્પનુ આયોજન હાથ ઘરવામાં આવશે.

જિલ્લાના તમામ સાત તાલુકાના દિવ્યાંગજનો ભાગ લઇ શકે તે હેતુથી આ કેમ્પ યોજવામાં આવશે.પંચમહાલ જીલ્લામાં આગામી ડિસેમ્બર મહિનામાં છ દિવસ સુધી જિલ્લાના અલગ અલગ તાલુકા સ્થળે આ કેમ્પ યોજવામાં આવશે જેમાં સૌપ્રથમ કેમ્પ તા. ૪ ડિસેમ્બર મોરવા હડફ સી.એચ.સી., તા. ૫ ડિસેમ્બર ગમન બારીયાના મુવાડા, પી.એચ.સી. તા. શહેરા, તા. ૬ ડિસેમ્બર તેલંગ હાઇસ્કુલ ગોધરા, તા. ૭ ડિસેમ્બર ઘોઘંબા સી.એચ.સી., તા. ૮ ડિસેમ્બર કાલોલ સી.એચ.સી., તથા તા. ૯ ડિસેમ્બર હાલોલ સી.એચ.સી. ખાતે સવારના સમય દરમિયાન આ કેમ્પ યોજવામાં આવશે.

આ કેમ્પમાં સહભાગી થવા ઇચ્છુક દિવ્યાંગજનો પોતાની સાથે આધારકાર્ડ, UDID Card, દિવ્યાંગતાનુ સર્ટીફિકેટ, આવકનો દાખલો (વાર્ષિક આવક મર્યાદા ૨,૭૦,૦૦૦) અથવા બી.પી.એલ રેશનકાર્ડની નકલ તથા પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે લાવવાના રહેશે. આ કેમ્પ બાદ મળવાપાત્ર દિવ્યાંગજનોને દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો જેમકે ટ્રાઇસિકલ,વ્હીલચેર,હીયરીંગ એઇડ મશીન,બગલઘોડી,સ્માર્ટકેન વગેરે જેવા સાધનોના વિતરણનો કેમ્પ અલગથી યોજવામાં આવશે.

આ ઉ૫રાંત જે દિવ્યાંગ વ્યકિતને કૃત્રિમ હાથ કે કૃત્રિમ ૫ગ / કેલિ૫ર્સની જરૂરિયાત હોય તો તેવા દિવ્યાંગજનોની ૫ણ કેમ્પના સ્થળે શારિરીક મુલ્યાંકન કરવામાં આવશે. તો સહભાગી થનાર તમામ દિવ્યાંગ લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લેવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.