નેત્રંગ પોલીસનું માનવતાવાદી પગલું, જરૂરિયાત મંદ લોકો ને કરી મદદ..
ઠંડી સામે રક્ષણ માટે ગરમ સાલ નું કરાયું વિતરણ.
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૨૮/૧૧/૨૦૨૩
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માનવીય અભિગમના કારણે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં પૂરગ્રસ્ત લોકોને સમયસર જમવાનું તથા દિવાળી જેવા તહેવારોમાં જરૂરિયાત મંદ લોકોને મીઠાઈ તેમજ અસહાય બીમાર વ્યક્તિઓને દવા તથા હાલમાં ઠંડીની ઋતુ હોય જરૂરિયાત મંદ લોકોને લોકોને ગરમ સાલ ઓઢાડીને માનવીય અભિગમનું ઉત્તમ ઉદાહરણ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા દર્શાવવામાં આવ્યું છે, અને પોલીસ નું સેવા, સુરક્ષા ,શાંતિના સૂત્રને સાર્થક કરવાની આ અનોખી પહેલ કરવામાં આવી હતી. નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લામાં પોલીસ વડા તેમજ નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલના આ કાર્ય ની પ્રશંશા થઇ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.