શિશુવિહાર બુધસભા ભાવનગરના આંગણે બુધસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ગઝલ લેખન શિબિર સંપન્ન
શિશુવિહાર બુધસભા ભાવનગરના આંગણે બુધસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ગઝલ લેખન શિબિર સંપન્ન
ભાવનગર શિશુવિહાર બુધસભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે ભાવનગર અને ભાવનગર બહારના 55 શિબિરાર્થીઓએ ગઝલનું પ્રશિક્ષણ લીધુ. આ શિબિરના ઉદ્દઘાટના સત્રમાં ભાવનગરના જાણીતા કવિશ્રી ડૉ.વિનોદ જોશી, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખશ્રી હર્ષદ ત્રિવેદી,શ્રી નલિન પંડિત, ડૉ.નાનકભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા. અને શિબિરાર્થીઓને માર્ગદર્શન આપ્યું.આ શિબિરમાં તજજ્ઞશ્રી તરીકે ડૉ.સુલતાન અહમદ,ડૉ.રવીન્દ્ર પારેખ અને ડૉ.શકીલ કાદરી દ્વારા શિબિરાર્થીઓને ગઝલના છંદો,ગુજરાતી ગઝલ સ્વરૂપ અને વિકાસ, ઉર્દુ ગઝલ પરંપરા વગેરે વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. શિબિર સફળ બનાવવા માટે સંયોજકશ્રી હીનાબેન ભટ્ટ, સહસંયોજકશ્રી પ્રા.હિમલ પંડ્યા અને શ્રી વર્ષા જાનીએ ભારે જહેમત ઉઠાવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. માનસી ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામા ડૉ.નાનકભાઈ ભટ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.