બોટાદના ટાઉન હોલમાં રબારી સમાજનો જિલ્લા કક્ષાનો સન્માન સમારંભ યોજાશે
બોટાદમાં રેલવે સ્ટેશન સામે નગરપાલિકા ટાઉન હોલમાં 16 જૂન રવિવારે બપોરે 2 વાગ્યે રબારી સમાજનો જિલ્લા કક્ષાનો વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાશે. આ પ્રોગ્રામ માટે રબારી સમાજની આ પંથકની મુખ્ય એવી દૂધરેજ, દુધઈ અને મેસરિયા જગ્યાઓ ઉપરાંત જિલ્લાના ગામડે ગામડે અને નેહડે નેહડે જઈ આમંત્રણ પાઠવવમાં આવેલ છે. પૂજ્ય સંતો મહંતો ઉપરાંત રબારી સમાજના વિવિધ ક્ષેત્રના હોદ્દેદારો અને અધિકારીશ્રીઓ,આગેવાનો તથા કર્મચારીઓ અને જ્ઞાતિજનો ઊપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડનાં દોઢસોથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે,જે માટે બોટાદ જિલ્લા રબારી સમાજ શિક્ષણ સમિતિ એક માસથી ઉચિત મહેનત કરી રહી છે એમ બોટાદથી લેખક, કવિ રત્નાકર નાંગરની અખબારી યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.