રાજકોટ પ્રાદેશિક વિજ્ઞાન સેન્ટર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ. - At This Time

રાજકોટ પ્રાદેશિક વિજ્ઞાન સેન્ટર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ.


રાજકોટ શહેર તા.૧૧/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર પ્રાદેશિક વિજ્ઞાન સેન્ટર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, બી.કે મોદી ગવર્નર્મેન્ટ ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અશ્વિન દુધરેજીયા, કણકોટ સરકારી એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર કિશોર મારડિયા સહિત કોલેજનો સ્ટાફ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમના ભાગરૂપે શાળા કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને સહભાગી બનાવવા ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પ્રાદેશિક વિજ્ઞાન સેન્ટર ખાતે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ ભારત વિકાસના શપથ લીધા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image