શ્રીમંતોની અજબ દુનિયા...:બીજા દેશોની વિમાની યાત્રામાં પણ લક્ઝરી કારો સાથે લઈને જઈ રહ્યાં છે, તેના પર કરોડોનો ખર્ચ, બ્રિટનમાંથી વધુ બુકિંગ - At This Time

શ્રીમંતોની અજબ દુનિયા…:બીજા દેશોની વિમાની યાત્રામાં પણ લક્ઝરી કારો સાથે લઈને જઈ રહ્યાં છે, તેના પર કરોડોનો ખર્ચ, બ્રિટનમાંથી વધુ બુકિંગ


ઘણાં લોકો વિચારે છે કે તેની કારને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની સૌથી સરળ રીત તેને જાતે ડ્રાઈવ કરવી કે કોઈ ટ્રકમાં લોડ કરાવી દેવી છે. પરંતુ જ્યારે વાત કરોડપતિઓ અને અરબપતિઓની હોય છે, તો તેની પાસે આથી પણ શ્રેષ્ઠ અને શાનદાર વિકલ્પ હોય છે. તે તેની મોંઘી ખૂબ જ કિંમતી કારોને હવાઈ જહાજ અને વિશેષ કાર્ગો જહાજ મારફતે દુનિયાના કોઈપણ ખૂણે પહોંચાડે છે. હકીકતે, અમીર લોકો માટે તેની લક્ઝરી કારો માત્ર ટ્રાવેલનું સાધન નથી, પરંતુ તેની શાન અને રુતબાની નિશાની હોય છે. જ્યારે આ લોકો એક દેશથી બીજા દેશમાં યાત્રા કરે છે, તો તેની કારો પણ તેની સાથે ચાલે છે, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને તેમાં વિશેષ કંપનીઓ મદદ પણ કરે છે. ભારતીય મૂળના ઝિમ્બાવેના બિઝનેસમેન નારણ જેવા અમીર લોકો જ્યાં પણ જાય છે તેની કાર સાથે લઈ જતા ખચકાટ અનુભવતા નથી. તેની લક્ઝરી કારોને આખી દુનિયામાં લઈ જવા માટે હવાઈ સેવાઓનો ઉપયોગ કરે છે. નારણ પાસે એક દુર્લભ પોર્શ કરેરા જીટી છે, જેની કિંમત 15 કરોડ રૂપિયા ગણાવમાં આવે છે. નારણ કહે છે કે દુબઈમાં લંડન સુધી તેની પોર્શને મોકલવામાં 30 લાખ સુધીનો ખર્ચ આવે છે. આ એટલી મોટી રકમ છે કે લંડનમાં ફોક્સવેગન કંપનીની નવી કાર ખરીદવા પર આથી પણ ઓછો ખર્ચ થશે. ઇતિહાદ કાર્ગો અનુસાર, કાર શિપિંગ સેવાની સૌથી વધુ માગ બ્રિટનમાં છે. ગયા વર્ષે, આ કંપનીએ 139 શિપમેન્ટ્સમાં 151 કારોને ઉડાડી, જેમાંથી મોટાભાગની હિથ્રોથી અબુધાબી અને દુબઈ તરફ રવાના થઈ. ડેન કાર લોજિસ્ટિક્સના માલિક ડેનિયલ હોલવર્થ અનુસાર, તેની કંપની દર વર્ષે 100થી વધુ લક્ઝરી કારોને હવાઈ જહાજ મારફતે મોકલે છે. તેના કસ્ટમરમાં ઘણા શાહી પરિવાર પણ સામેલ છે. તેણે હાલમાં જ એક કસ્ટમ મર્સિડીઝને 20 લાખમાં લોસ એન્જેલિસ મોકલી અને એક કતરી પ્રિન્સની 127 કરોડની બુગાટીને સ્પેનના માર્બેલા મોકલી. વીમા પોલિસી પર પણ લાખોનો ખર્ચ
અમીર લોકો પોતાની કારોની સલામતી માટે વિશેષ વીમા પોલિસી લે છે, જે તેની કારોને કોઈપણ પ્રકારની ક્ષતિથી બચાવા માટે હોય છે. આ પોલિસીઓમાં સામાન્યરીતે ઘણું ઉંચું પ્રીમિયમ હોય છે. જોકે આ તેના શોખની સામે કંઈ જ નથી હોતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.