મેઘપર કુંભારડી ખાતે કામધેનુ ગૌશાળામાં લિમ્પરોગને નાથવા યજ્ઞ - At This Time

મેઘપર કુંભારડી ખાતે કામધેનુ ગૌશાળામાં લિમ્પરોગને નાથવા યજ્ઞ


મેઘપર કુંભારડી ખાતે
કામધેનુ ગૌશાળામાં લિમ્પરોગને નાથવા યજ્ઞ

ગાંધીધામ તા.૨૬
વર્તમાનના સમયમાં પશુ, માલ ઢોર અને ગાયોમાં લિમ્પીરોગના પ્રકોપના કારણે ભારે ખાના ખરાબી સર્જાય છે.મોટા પ્રમાણમાં ગાયો અને અબોલ પશુઓના મોત થઇ રહ્યા છે.જેના અનુસંધાને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંઝ હરિદ્વાર અંતર્ગત આવેલા – ગાયત્રી શક્તિપીઠ ગાંધીધામ દ્વારા યજ્ઞ કરવામાં આવેલ હતો.
યજ્ઞમાં મંત્રોચ્ચાર સાથે, વિશેષ ઔષધીઓની આહુતીઓ આપી ગૌ માતાને લિમ્પીરોગથી બચાવવા એક પ્રયાસ કરવામાં આવ્યો હતો. અંજાર તાલુકાના મેઘપર કુંભારડી ગામે આવેલા કામધેનુ ગૌ શાળામાં તા.૨૪ રવિવારના રોજ સવારે યજ્ઞ કરવામાં આવ્યો હતો.કુદરતી અને સંપૂર્ણ કુદરતી વાતાવરણમાં ગૌમાતાના રણકાર સાથે અન્ય પશુ પક્ષીઓના કિલકારી સાથે હવનના શ્લોકોએ વાતાવરણને શુદ્ધ અને પવિત્ર બનાવી દીધુ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવાના પશુ પક્ષી પ્રેમીઓ પણ વિશેષ હાજર રહ્યા હતા.
કાર્યકરો શ્રી દિનેશજી લીલન આર્ય, શ્રી સુરેન્દ્રસીંગ, શ્રી ધર્મેન્દ્ર તીવારી, શ્રી હરિશ્ચન્દ્ર કસ્તલીયા,શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટ અંતરજાળના શ્રી મુકેશભાઈ બાપટ, દિપકભાઇ ઠક્કર, પતંજલી યોગ સમીતી કચ્છ જીલ્લાના પ્રભારી શ્રી ભરતભાઇ ઠક્કર, ચન્દ્રકાન્તભાઇ સોની, શ્રી અમૃતભાઇ સોની, શ્રી નરેશભાઇ, શ્રીમતી કોમલબેન સહિતનાએ સંયુક્તરીતે યજ્ઞથેરેપી આ કાર્યક્રમમાં આચાર્યપદે શ્રી દિનેશજી આર્ય, મુખ્ય યજમાન સ્વરૂપે હિતેશભાઇ જોષી તથા તેમના ધર્મપત્નિ એડવોકેટ શ્રીમતી રચનાબેન જોષી, શ્રી પ્રવીણભાઈ મોતા(યોગા,એક્યુપ્રેશર અને સુજોક થેરાપીસ્ટ) ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી મુકેશ બાપટ, શ્રી પ્રવિણભાઇ મોતા, આહિર સમાજના અગ્રણીઓ શ્રી નારણભાઇ મરંડ, શામજીભાઇ ડવ,શ્રીમતી કાન્તાબેન છગનભાઇ પરડવા, શ્રી દીપકભાઈ ઠક્કર, શ્રી સુરુભા જાડેજા વગેરેએ યોગદાન આપ્યું હતું. કામધેનુ ગૌ શાળા આદિપુર અંજાર રોડ શનિદેવ મંદિર પાસે આવેલ છે. આ ગૌ શાળામાં ૧૧૦૦ જેટલી ગાયો સાથે સસલા, કબુતર, નીલગાય, વગેરે પશુ પક્ષીઓ છે. અહીંયા દરેક પ્રકારના પશુ પક્ષીઓનું ચિકિત્સાલય આવેલ છે. આ પ્રસંગે ગાયત્રી પરિવારના દિનેશજી લીલન આર્ય દ્વારા ગાંધીધામ આદિપુર કંડલા સંકુલમાં કોઇ પણ સંસ્થા જો ગૌ હિતાર્થ આવા કાર્યક્રમ યોજવા ઇચ્છતા હોય તો તેમાં ગાયત્રી પરિવાર નિ:શુલ્ક સેવા આપશે. કાર્યક્રમમાં છેલ્લે આભાર વિધી શ્રી ભરતભાઇ ઠક્કર દ્વારા કરવામા આવી હતી.

રિપોર્ટ -દિપક આહીર
એટ ધીશ ટાઈમ ન્યૂઝ
ભચાઉ કચ્છ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.