જામ્યુકોના લમ્પિ વાયરસ સંબંધી આઇસોલેશન સેન્ટરનું મ્યુનિ કમિશનર દ્વારા નિરીક્ષણ કરાયું
- લમ્પિગ્રસ્ત પશુઓની સારવાર સંબંધે લગત વિભાગના સ્ટાફને કાળજી રાખવા સૂચના અપાઈજામનગર,તા.11 ઓગષ્ટ 2022,ગુરૂવારજામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી તેમજ સંબંધિત અધિકારીઓ વગેરેએ જામનગર મહાનગરપાલિકા સંચાલિત લમ્પિ સ્કિન ડીસીઝ સેન્ટરની મુલાકાત લીધી હતી.જામ્યુકોના પશુ આઇશોલેશન સેન્ટરમાં હાલ લમ્પિ ગ્રસ્ત કુલ ૪૫ પશુ સારવાર હેઠળ છે અને ૧૫ પશુઓને વેક્સિનેશન બાદ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જામનગર મહાનગર પાલિકાને લમ્પિ વાયરસ સંબંધી કુલ ૫૪ ફરિયાદો મળી હતી તેમજ ૧,૨૩૫ લમ્પિ ગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી હતી, આજે કુલ ૫૪ ફરિયાદમાંથી ૫૩ ફરિયાદ પશુઓની સારવાર માટેની આવી હતી.આ મુલાકાત દરમ્યાન કમિશનર વિજયકુમાર ખરાડી દ્વારા પશુપાલન વિભાગને લમ્પિ ગ્રસ્ત પશુઓની યોગ્ય કાળજી લેવા માટે સુચના આપવામાં આવી હતી, તેમજ પશુ ડોક્ટરોને આઇસોલેશન સેન્ટર હેઠળના પશુઓની ખાસ તકેદારી રાખવા નું જણાવ્યું હતું. આ તકે સોલિડ વેસ્ટના મુકેશ વરણવા, રાજભા જાડેજા, સિટી એન્જિનિયર ભાવેશ જાની તેમજ પશુ ડોક્ટરો સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.