ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે જાણવા જોગ - At This Time

ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે જાણવા જોગ


ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે જાણવા જોગ ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે ૨૪/૦૯/૨૦૨૪ સવારે ૧૦.૩૦ કલાકથી ૩૦/૦૯/૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in ખુલ્લું રહેશે.

ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર,પાક મુલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલિત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે આઇ-ખેડૂત પોર્ટલ ૭ દિવસ માટે ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.