વીરપુર તાલુકાની ખરોડ અને રણજીતપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો.. - At This Time

વીરપુર તાલુકાની ખરોડ અને રણજીતપુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો..


મહીસાગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મયંક જોષીના અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો..

મહીસાગર જિલ્લના વીરપુર તાલુકાની ખરોડ, રણજીતપુરા ગામની શાળામાં મહીસાગર જિલ્લાના બાળ કલ્યાણ સમિતિના ચેરમેન મયંક જોષીના અધ્યક્ષ સ્થાને શાળા- પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં બાલવાટિકા, ધો -1 ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. આ કાર્યક્રમ માં શાળાના આચાર્યો, શિક્ષકો, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, વાલીઓ, બાળકો તેમજ ગ્રામજનો મોટી સઁખ્યામાં જોડાયા હતા જેમાં મહીસાગર જિલ્લાના બાળ સમિતિના ચેરમેન મયંક જોષી દ્વારા સરકાર ની બાળકો ને લગતી યોજનાઓ તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કાર્ય કરવા પ્રેરક ઉદબોધન કર્યું સાથે વીરપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા દરેક શાળામાં પ્રવેશોત્સવ ખુબ જ શાનદાર રીતે ઉજવાય તે પ્રકારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ શાળાઓમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.