સુત્રાપાડામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. - At This Time

સુત્રાપાડામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.


સુત્રાપાડામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
આજરોજ તારીખ ૨૧ જૂન ૨૦૨૪ના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોય સુત્રાપાડા તાલુકા અને નગરપાલિકા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ડો. ભરતબારડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસમાં પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે મુખ્ય અતિથિ તરીકે સુત્રાપાડાના વતની અને ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ આ પ્રસંગે જણાવેલ કે ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સયુક્ત રાસ્ટ્રની સભામાં યોગ દિવસ વિશે ચર્ચા કરી સંયુક્ત રાષ્ટ્રના તમામ દેશોએ સંમતિ દર્શાવી અને 21 જૂન 2015 થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દર વર્ષે આખી દુનિયામાં તમામ લોકો દ્વારા કરવામાં આવે છે.
ગિરસોમનાથ જિલ્લાલા સુત્રાપાડા ખાતે પણ આજરોજ દર વર્ષની જેમ પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ ની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં સુત્રાપાડા ના મામલતદાર પ્રજાપતિ સાહેબ દ્વારા જશાભાઈ બારડનું સન્માન કરવામાં આવેલ. આ અવસરે સવારે 6 કલાક થી વર્ચુયલ ઓનલાઈન માન. વડાપ્રધાન મોદી સાહેબનો યોગ માટે નો કાર્યક્રમ કશ્મીર થી નિહાળવામાં આવેલ. અને સૌ એ સાથે મળીને યોગાભ્યાસ પણ કરેલ. આ તકે જશાભાઈ બારડે જણાવેલ કે યોગ એ યોગએ પ્રાચીન માનસિક, શારીરિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેંટ આપનાર એ ભારત દેશ છે. હાલ યુવાનો માં તન્દુરસ્તી માટેનો એક જ ઈલાજ યોગ છે જે વિશ્વ એ સ્વીકાર્યું છે.
આ અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડની સાથે સુત્રાપાડા તાલુકા મામલતદાર પ્રજાપતિ સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર મકવાણાભાઈ, સુત્રાપાડા પીએસઆઈ વાઘેલા સાહેબ, સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ, ઉપપ્રમુખ નરેશભાઇ કામાળીયા, નગરપાલિકાના સદસ્યો તમામ કચેરીઓનો સ્ટાફ, ડો કરગઠિયા સાહેબ, ડો વાઘેલા સાહેબ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજના સ્ટાફ તેમજ વિધ્યાર્થી ભાઈઓ બહેનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા અને યોગાસનો કરેલ હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન વિવિ મંદિર શાળાના વ્યાયામ શિક્ષક પી એન કાછેલા અને હરેશભાઈ મોરિ દ્વારા કરવામાં આવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.