JE ના ખાતામાં 75 લાખની ઉધારી સામે 80 લાખ, જટિલ બની રહ્યું છે પારિવારિક આત્મહત્યાનું રહસ્ય - At This Time

JE ના ખાતામાં 75 લાખની ઉધારી સામે 80 લાખ, જટિલ બની રહ્યું છે પારિવારિક આત્મહત્યાનું રહસ્ય


- મૃતકના ભાઈએ પોલીસને મળી આવેલી સ્યુસાઈડ નોટ ઉપર પણ શંકા વ્યક્ત કરી છેલખનૌ, તા. 01 ઓગસ્ટ 2022, સોમવારઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના ટ્યુબવેલ વિભાગના જૂનિયર એન્જિનિયર શૈલેન્દ્ર કુમાર અને તેમની પત્ની અને પુત્રીની આત્મહત્યાનું રહસ્ય જટિલ બની રહ્યું છે. આત્મહત્યાના આ કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકની સ્યુસાઈડ નોટમાં 75 લાખના રૂપિયાના દેવાનો ઉલ્લેખ છે પરંતુ તેમના ખાતમાં 80 લાખ રૂપિયા હતા.લખનૌ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, મૃતકના ખાતામાં આશરે 80 લાખ રૂપિયા હતા. આવી સ્થિતિમાં 65 લાખ દેવાના કારણે આત્મહત્યાનું કારણ એક પહેલી બની ગઈ છે. લખનૌ પોલીસે સ્યુસાઈડ નોટમાં લખવામાં આવેલા 4 આરોપીઓની એક પછી એક પૂછપરછ કરવામાં હતી. નક્કર પુરાવાના અભાવે તમામ લોકોને સૂચના આપીને મુક્ત કરવામાં આવ્યા છે. મૃતકના ભાઈએ પોલીસને મળી આવેલી સ્યુસાઈડ નોટ ઉપર પણ શંકા વ્યક્ત કરી છે. મૃતકના ભાઈને આરોપ લગાવ્યો છે કે, આ લખાણ તેમના ભાઈનું નથી. હવે પોલીસે આ સમગ્ર કેસમાં નવેસરથી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, લખનૌના જાનકીપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારના રરહેવાસી શૈલેન્દ્ર કુમારે પોતાની પત્ની અને પુત્રીની સાથે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી હતી. આ નોટમાં 4 લોકો દ્વારા 65 લાખ રૂપિયાની જવાબદારી માટે ધમકી મળવાનો આરોપ હતો પરંતુ તપાસમાં કંઈક બીજુ જ બહાર આવ્યું હતું. ADCP અનિલ યાદવના પ્રમાણે મૃતકના ઉપર આશરે 65 લાખ અને 10 લાખ રૂપિયાનુ દેવું હતુ પરંતુ મૃતકના ખાતામાં 80 લાખ રૂપિયા પણ હતા. તેથી સમગ્ર કેસની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. લખાણ મેળવવા માટે સ્યુસાઈડ નોટને ફોરેન્સિક માટે મોકલવામાં આવી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોની પૂછપરછ કરીને છોડી દેવામાં આવ્યા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.