હાલોલ- વડોદરા હાઈવે પર આવેલા જરોદ પાસે પાંચ વાહનોનો અકસ્માત થતા દંપતિનુ મોત - At This Time

હાલોલ- વડોદરા હાઈવે પર આવેલા જરોદ પાસે પાંચ વાહનોનો અકસ્માત થતા દંપતિનુ મોત


હાલોલ,
પંચમહાલ- હાલોલ-વડોદરા હાઈવે પર આવેલી જરોદ ચોકડી પાસે અકસ્માતની ઘટના બની હતી.જેમા પાણી ભરેલા એક ટેન્કર અને ઈકો કાર અન્ય ત્રણ વાહનો વચ્ચે ભંયકર અકસ્માત સર્જાયો હતો. આમ પાચ વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમા ઈકોકારમા સવાર એક પુરુષ અને મહીલાના મોત થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ બચાવકાર્યમા જોડાઈ હતી
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા હાલોલ રોડ પર જરોદ ચોકડી પાસે સવારે પાણી ભરેલા ટેન્કર અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં પાણીનું ટેન્કર રસ્તા પર પલટી મારી ગયું અને ઇકો કારનો કુચો વળી ગયો હતો. બીજી તરફ હાઇવે પરથી પસાર થઈ રહેલા અન્ય વાહનો પૈકીની એક કાર, રીક્ષા અને ટેમ્પો પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. અકસ્માત થતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ કારણે લાબો ટ્રાફિક જામ થયો હતો અને ફસાયેલા વ્યક્તિઓને કાઢવા વડોદરા ફાયરવિભાગને જાણ કરવામા આવી હતી.સાથે એક અકસ્માતનો ભોગ બનેલી કિયા કારમા સવારલોકોને એરબેગ ખુલી જતા આબાદ બચાવ થયો હતો,વધુમા આ અકસ્માતનો કારણે હાઈવેમાર્ગ પર ટ્રાફિકજામની પરિસ્થિતી ઉભી થવા પામી હતી. હાલોલ તરફથી વડોદરા તરફ જતાં તમામ વાહનોને હાઇવે ઉપર આવેલા ભાથીજી મંદિર અને CNG પમ્પ પાસેથી જરોદ ગામમાંથી હાઇવે ઉપર ડાઇવર્ટ કરવાની ફરજ પડી હતી.દંપતિના મોતના પગલે પરિવારમા માતમ છવાયો છે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image