શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ ટ્રસ્ટ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય સેન્ટ મેરી હાઇસ્કુલ તથા આશ્રમશાળા -સિહોર ખાતે આજે હોલીકોત્સવ ધામધુમથી મનાવવામાં આવ્યો.
આજરોજ તા-13-3-25 ને ગુરૂવારે શાળામાં અસત્ય પર સત્યના વિજયનું પર્વ,અનિષ્ટ ના વિનાશ, જીવનમાં ખુશીઓ ની મહેકસમા, હોળીના તહેવાર આચાર્યશ્રી ફાધર રેજીના માર્ગદર્શન હેઠળ મનાવવામાં આવ્યો. શરૂઆતમાં પ્રાર્થના કરી. હોળીના તહેવારનુ મહત્વ સમજાવી સર્વને શુભકામનાઓ પાઠવી ફાધર રેજીએ હોલીકોતસવના ઉજવણીના ભાગરૂપે સર્વને અબીલ ગુલાલથી રંગીને શરૂઆત કરી. ત્યારબાદ સર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકબીજાને અબીલ ગુલાલ લગાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોએ હોળીને અનુરૂપ રંગોળી બનાવી હતી. પીચકારીઓ દ્વારા એકબીજાને રંગ્યા હતા. કેસુડાના ફુલ, અનેક રંગબેરંગી ફુલો વડે રંગોળી બનાવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષકગણ તેમજ કર્મચારી ગણે સહયોગ આપ્યો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
