નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય બંધારણ દિવસની પોલીસ જવાનો સાથે ઉજવણી કરવામાં આવી.
નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે રાષ્ટ્રીય બંધારણ દિવસની પોલીસ જવાનો સાથે ઉજવણી કરવામાં આવી.
બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
દર વર્ષે ૨૬મી નવેમ્બરે, રાષ્ટ્રીય બંધારણ દિવસ ઉજવવામાં આવે છે. તા. ૨૬મી નવેમ્બર, ૧૯૪૯નાં રોજ ભારતનું બંધારણ ખરડા સમિતિમાં પસાર કરવામાં આવ્યુ હતું. આ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ભારતીય બંધારણનો ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને સંઘને સુરક્ષિત રાખવા માટે દેશને સ્વતંત્ર સામ્યવાદી, બિનસાંપ્રદાયિક સ્વાયત્ત અને પ્રજાસત્તાક ભારતીય નાગરિક તરીકે રચવા માટે અપનાવવામાં આવ્યો હતો.
દુનિયાનું સૌથી મોટુ બંધારણ ભારતનું છે. તે કોઈ પ્રિન્ટ કે ટાઇપ રાઇટર દ્રારા નહીં પણ હાથેથી લખવામાં આવ્યું હતું. તેને લખતા ૨ વર્ષ ૧૧મહિના અને ૧૮ દિવસ થયા હતાં અને તેમાં ૨૯૪ લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. જવાહરલાલ નહેરૂ, ડા. ભીમરાવ આંબેડર, ડા. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ આ સભાના પ્રમુખ સભ્યો હતા. બંધારણ વિશ્વનું સૌથી લાંબું લખાયેલું સંવિધાન છે. બંધારણ લખનારી સમિતીએ તેને હિંદી, અંગ્રેજીમાં હાથથી લખીને કેલિગ્રાફ કર્યું હતું. તેમાં કોઈ ટાઈપિંગ કે પ્રિટિંગ સામેલ ન હતી.
આઝાદી મળ્યા પછી એક બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાની પ્રથમ બેઠક ૯મી ડિસેમ્બર, ૧૯૪૬ રોજ મળી. એ બંધારણ સભામાં કુલ ૩૮૯ સભ્યો હતા ત્યારબાદ ૨૯મી ઓગસ્ટ, ૧૯૪૭નાં રોજ ડ્રાફ્ટિંગ કમિટીની રચના થઈ જેનું નેતૃત્વ ડા. ભીમરાવ આંબેડકર દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૬મી નવેમ્બર, ૧૯૪૯નાં રોજ બંધારણના મુસદ્દાનો સ્વીકાર થયો અને ૨૪મી જાન્યુઆરી, ૧૯૫૦નાં રોજ ૨૯૪ સભ્યોએ તેમાં હસ્તાક્ષર કર્યા અને અંતે ૨૬મી જાન્યુઆરીએ દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ લિખિત અને વિસ્તૃત છે. તેમાં વિવિધ કાયદાઓ અને અધિકારોનો ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા, યાત્રા, રહેણીકરણી, ભાષણ, ધર્મ, શિક્ષા વગેરેની સ્વતંત્રતા, એક જ રાષ્ટ્રિયતા, રાષ્ટ્રીય સ્તરે જાતિ વ્યવસ્થાની રચના, સમાન નાગરિક સંહિતા અને અધિકૃત ભાષાઓ, કેન્દ્ર ગણરાજ્ય સમાન છે, બુદ્ધ અને બૌદ્ધ અનુાનનો પ્રભાવ, મહિલાઓનાં મતદાન અધિકારને લગતી ઘણી બાબતો દર્શાવાઈ છે.
નેત્રંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી.કે.રાઠોડ સાહેબ દ્વારા નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફનેસંવિધાન દિવસ નિમિત્તે રાષ્ટ્રીય મૂલ્યો અને નૈતિક ફરજો અને આપણી સંસ્કૃતિનું જતન કરી તેમજ બંધારણનું પાલન પૂર્ણ નિષ્ઠા થી કરીરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને રાષ્ટ્રીય બંધારણ દિવસની શુભેચ્છા પાઠવી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.