સામતપર વિદ્યાર્થીનો ખોવાયેલ મોબાઇલ પરત અપાવતાં પત્રકાર જેસીંગભાઇ.
તેરા, તુજકો અર્પણ, નુ સુત્ર સાર્થક કરતા સાયલા પત્રકાર જેસીંગભાઇ સારોલા.
સાયલા તાલુકાના પત્રકાર જેસીંગભાઇ સારોલા ની સરાહનીય કામગીરી.
સુરેન્દ્રનગર સાયલા તાલુકાના સામતપર ગામના વિદ્યાર્થી દશરથભાઈ વાલજીભાઈ કણઝરીયા સુરેન્દ્રનગર મુકામે ચામુંડા કોમ્પ્યુટર એજ્યુકેશન ક્લાસમાં જઈ રહ્યા હતા ત્યારબાદ રિટર્ન આવતાં એસટી બસમાં ઘર તરફ આવવા માટે ટિકિટ લીધી. ત્યાં અચાનક મોબાઈલ ખોવાઈ જતા વિદ્યાર્થી નિરાશ થઈ ઘરે ફર્યો હતો .ત્યારબાદ તાત્કાલિક સાયલા પત્રકાર જેસીંગભાઇ સારોલા ને મળતા એસટી વિભાગના હેલ્પલાઇન નંબર મેળવી તાત્કાલિક સુરેન્દ્રનગર એસટી ડેપો સુરેન્દ્રનગર ને જાણ કરવામાં આવી તુરંત કંડકટર નો નંબર મેળવી તપાસ કરાવી તાત્કાલિક ધોરણે કોઈ અજાણ્ય વ્યક્તિ પાસેથી મોબાઈલ મળી આવ્યો હતો. તેમાં બસનાં ડ્રાઇવર તથા કંડકટર અરવિંદભાઈ મેણીયા નો સંપર્ક કરતા તેઓએ મુસાફરો પાસેથી ચેકિંગ કરી અજાણી વ્યક્તિ પાસેથી મોબાઇલ શોધી કાઢ્યો હતો જેમાં તેમની પણ કામગીરીને બિરદાવીએ છીએ. બીજા દિવસે રિટર્ન માં આવતી બસ ઊભી રાખી ખોવાયેલ મોબાઈલ સુપ્રત કરવામાં આવ્યો હતો. સાયલા પત્રકાર જેસીંગભાઇએ જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને આવી કોઈ ઘટના બને તો પોલીસ અથવા મીડિયા ને જાણ કરો હંમેશને માટે ખડે પગે મીડિયા તમારી સાથે ઉભી રહેશે. જેમાં ખોવાયેલો મોબાઇલ પરત અપાવતાં વિદ્યાર્થી દશરથ ખુશ થઈ મીડિયા તથા સાયલા પત્રકાર જેસીંગભાઇ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર, રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.