આપનું શૌચાલય, આપનું સન્માન અભિયાન - At This Time

આપનું શૌચાલય, આપનું સન્માન અભિયાન


પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

આપનું શૌચાલય, આપનું સન્માન અભિયાન

પાટણ જિલ્લા સેવા સદન ખાતે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિની અઘ્યક્ષતામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય દુનિયાભરમાં શૌચાલય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ યોજના યુનાઈટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને વર્તમાનમાં સ્વચ્છતા સંકટનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરે છે.

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ યોજના અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ-2024ની ઉજવણી અંતર્ગત તા. 19 નવેમ્બરથી તા. 10 ડિસેમ્બર સુધીના અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે પાટણ જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) દ્વારા લાભાર્થીઓને શૌચાલયની મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ બી.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આપને સ્વચ્છતા પ્રત્યે સભાન બની ગામ અને શહેરને સ્વચ્છ બનાવવા અગત્યનો ભાગ ભજવીએ. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, ડી. આર.ડી.એ. ના નિયામક આર.પી.જોશી અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.