કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંધલભાઈ ની મુખ્યમંત્રીને સફળ રજુઆત આઠ ગામડાઓના રસ્તાઓ માટે ૨૬. ૯૦ કરોડ મંજુર
ગોસા(ઘેડ) તા.૨૦/૦૯/૨૦૨૪
પોરબંદર જીલ્લાના કુતિયાણા-રાણાવાવ વિધાનસભા ના આઠ જેટલા ગામડાઓના લોકોને અવર-જવર કરવા પડતી રસ્તાઓની વિટંબણો મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં સમાવેશ કરી વહેલી તકે મંજુર કરવા કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના યુવા અને લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર પાઠવી રજુઆત કરી છે.
કુતિયાણા-રાણાવાવ મત વિસ્તારના યુવા અને લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરેલ રજુઆતમાં જણાવેલ કે મારા કુતિયાણા મત વિસ્તારમાં આવતાં સિંધપુર-માલણકા રોડ ૫. ૦૦ કી. મી,કડેગી-અમીપુર રોડ ૬. ૫૦ કિમી, અમીપુર-બળેજ રોડ ૧૦. ૨૦ કી.મી., એરડા-પાદરડી ૫. ૦૦ કિ.મી. દોલતગઢ-ખીરસરા રોડ ૩. ૮૦ કિ.મી. રાતીયા-ગોગન બેટ રોડ ૩. ૦૦ કિ.મી. દિગ્વિજયગઢ એપ્રોચ રોડ ૨. ૦૦ કિમી અને અમર એપ્રોચ રીડ ૨. ૯૯૦ કિ.મી. રસ્તાઓ પ્રત્યે ગામડાઓની જનતાને અવર-જવર કરવામાં આ ગામડાઓના રસ્તાઓની બદહાલતના કારણે ભારે પરેશાની ભોગવવી પડતી હતી ત્યારે આ ગામડાંઓના લોકોને દૈનિક વાહન વ્યવહારમાં ઉપયોગી રસ્તાઓ હોય તેથી આ રસ્તાઓ તાત્ત્કાલિક ધોરણે એમ.એમ.જી. એસ. વાય. યા અન્ય યોજના હેઠળ સમવેશ કરી મજુર કરવા રજુઆત કરી હતી.
કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારમાંના ગામડાંઓમાંના લોકોને રસ્તાઓની જે પરેશાની ભોગવવી પડતી હતી તેવા આ આઠ ગામડાઓને લોકોને કનડતા રસ્તાઓને ૨૦૨૪/૨૫ માં મુખ્ય મંત્રી ગ્રામ સડક યોજનામાં તાત્કાલિક મજુર કરવા પત્ર લખી ધારસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રી ને રજુઆતમાં લખી માંગ કરી હતી.રજુઆત ના અંતે કુતિયાણા-રાણાવાવ અને પોરબંદર વિસ્તાર ના આઠ ર સ્તાઓ માટે ૨૬. ૯૦ કરોડ રૂપિયા રસ્તાઓ માટે મંજુરી આપી છે. ત્યારે ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા મુખ્ય મંત્રી શ્રીનો આભાર માન્યો છે
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.