બોટાદ નગરપાલિકાનો સુંદર પ્રયોગ: નગરપાલિકા હસ્તકના વાહનોના જુના ટાયરોમાંથી નાગરિકોને બેસવા માટે ખુરશી બનાવવામાં આવી
(અસરફ જાંગડ દ્વારા)
ભારત સરકાર દ્વારા ૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવાણીને આહ્વાન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારશ્રી દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર,૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયા અન્વયે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે,સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે વેસ્ટ આર્ટ અંતર્ગત બોટાદ નગરપાલિકા હસ્તકના વાહનોના જુના ટાયરોમાંથી નાગરિકોને બેસવા માટે ખુરશી તેમજ જૂની ડોર ટુ ડોર કલેક્શનની સાયકલને ડેકોરેટ કરી, કૃષ્ણસાગર તળાવ કિનારે આવેલા બગીચા ખાતે મુકવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સેનિટેશન ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.