પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા ગાંધી જયંતિની ઉજવણી
(રીપોર્ટ વિજય ચૌહાણ)
અપ્રવા એનર્જીના આર્થીક સહયોગથી અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા ચાલતા આરોહણ પ્રોજેક્ટ અંતર્ગત એકેડેમિક સપોર્ટ ક્લાસ અને સરસ્વતી ટયુશન ક્લાસીસ કનેસરાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવેલ જેમાં બાળકોએ વિવિધ વેશભૂષા, પાત્રો, સુકો કચરો- ભીનો કચરાની પેટીઓ, સ્વચ્છતાને લગતા સૂત્ર લખીને રજૂઆત કરી. ગામલોકોને સ્વચ્છતાનો સંદેશો પહોંચાડેલ સાથે બાળકો સાથે સ્વચ્છતાહિ સેવા, વ્યક્તિગત સફાઈ, કચરાનુ વ્યવસ્થાપન તેમજ ખાસ પ્લાસ્ટીકના વપરાશ અને વ્યવસ્થાપન બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમને હોંસલા પૂર્વક જન આંદોલન લોક ઉપયોગી બનાવવા માટે પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના નિતીનભાઈ અગ્રાવત, રાહુલ પરમાર, અભી ઢોલરિયા, કાજલ ઝાલા તેમજ કનેસરા ગામનાં સરપંચ, આગેવાનો અને સરસ્વતી ટયુશન ક્લાસીસના અશોકભાઈ કુકડિયા, પ્રવીણભાઈ હાંડા, વિપુલભાઈ હાંડાએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.