આર.ટી.ઓ કચેરી હિંમતનગર ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ - At This Time

આર.ટી.ઓ કચેરી હિંમતનગર ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ


આર.ટી.ઓ કચેરી હિંમતનગર ખાતે અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ
*****
સાબરકાંઠા જિલ્લાની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી સવગઢ તા.હિંમતનગર ખાતે દરરોજ મોટા પ્રમાણમાં નાગરિકો/અરજદારો અલગ અલગ કામ માટે જેવા કે વાહનોના લાઇસન્સ સંબંધિત કામગીરી, વાહનની નોંધણી, નોંધણી બાદની કાર્યવાહી, ટેક્સ ભરવાની કાર્યવાહી, પરમિટ સંબંધી કામગીરી માટે આવતા હોય છે. આર.ટી.ઓ કચેરીમાં તા.૧/૦૭/૧૯૮૯ થી કાયદેસર એજન્ટ પ્રથા નથી. આમ છતાં ઘણીવાર અરજદારો/નાગરિકોને ગેરમાર્ગે દોરીને વચેટીયા તરીકે કામ કરી આપવાનું જણાવી કેટલાક અનઅધિકૃત ઈસમો/વ્યક્તિઓ દ્વારા કચેરીની અંદર પ્રવેશ કરી કચેરીમાં કામગીરી અર્થે આવતા અરજદારો નાગરિકોને ઉલટી સીધી વાતો કરીને લલચાવીને તેમજ મોટરીંગ પબ્લિકને ગેરમાર્ગે દોરીને સરકારશ્રીની નિ:શુલ્ક સેવાઓ કે નિયત દરની મોટરીંગ સેવાઓ ઉપરાંતનો વધારાનો ચાર્જ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવતું હોવાનું તથા જાહેર જનતાના પૈસા લઈ ભાગી જતા હોવાનું તથા છેતરપિંડી કરતા હોવાનું ધ્યાન પર આવેલ હોય આવી પ્રવૃત્તિ અટકાવવા સારું તેમજ મોટરીંગ પબ્લિકનું કામ સરળ અને નિયમો અનુસાર ઝડપી થાય અને મોટરિંગ પબ્લિક લેભાગુ તત્વોથી છેતરાય નહીં અને બિન અધિકૃત વ્યક્તિઓની કચેરીમાં અડચણરૂપ ન બને તો કર્મચારીઓ અધિકારીઓ સ્વસ્થ રીતે, ભયની લાગણી વગર, ધારાધોરણ મુજબની કામગીરી તટસ્થતાપૂર્વક નિભાવી શકે અને સારા વાતાવરણમાં કાર્ય કરી શકે તે માટે અનઅધિકૃત વ્યક્તિ અથવા વ્યક્તિઓની ટોળીને પ્રવેશતા અટકાવવા ઉભા રહેવા તથા ઉપર દર્શાવેલ મુજબની ગેરકાયદેસર પ્રકૃતિ કરતા અટકાવવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સવગઢ તા. હિંમતનગર ખાતે આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) કચેરીના મકાન સહિત સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારમાં આ કચેરીમાં કામ કરતાં સરકારી અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ પોતાના સરકારી કામ માટે આવેલ હોય અથવા વ્યાજબી કામે આવેલા હોય તેવા અરજદારો નાગરિકો સિવાયના અનઅધિકૃત વ્યક્તિ અથવા વ્યક્તિઓની ટોળીને પ્રવેશતા અટકાવવા ઊભા રહેવા તથા ઉપર દર્શાવેલ મુજબની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.આ હુકમ તા.૧૬/૦૩/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમમો ભંગ કરનારને સજા/દંડને પાત્ર થશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image