ડે. મેયરની ધમાલ બાદ કલેક્ટર હોટલ સંચાલક સામે કાર્યવાહી કરશે, જમીન બિનખેતી કરાવી કોમર્શિયલ ઉપયોગ શરૂ કર્યો
રાજકોટના જામનગર રોડ ઉપર આવેલી સન્ની પાજી દા ધાબા હોટેલ ખાતે બિલ બાબતે ડેપ્યુટી મેયર અને તેના ભાઈને સંચાલક સાથે માથાકૂટ બાદ તોડફોડની ઘટનામાં સમાધાન બાદ પોલીસ ફરિયાદ તો કરવામાં આવી ન હતી, પરંતુ હવે આ જગ્યામાં વહીવટી તંત્ર દ્વારા શરતભંગની કાર્યવાહી કરવામાં આવશે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ થયેલી તાલુકા મામલતદારની તપાસમાં સામે આવ્યું હતું કે, આ જગ્યાને રહેણાંક હેતુ માટે બિનખેતી કરવામાં આવેલી છે, પરંતુ ત્યાં કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે. અંદાજે ચાર માસ પહેલા થયેલી તપાસમાં શરત ભંગ થયાનું ખુલ્યા બાદ પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી, પરંતુ હવે ડેપ્યુટી મેયર સાથેની ધાબાના સંચાલકની ધમાલ બાદ શરતભંગની કાર્યવાહી થશે તેવું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.