નડાબેટ ખાતે “નીડર પત્રકાર એસોસિએશન સુઇગામ”ની રચના કરાઈ,પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ ઝાલાની તેમજ ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ રાજપૂતની વરણી.*
બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના નડાબેટ ધામે નડેશ્વરી માતાજીના સાનિધ્યમાં "નિડર પત્રકાર એસોસિએશનસુઈગામ"ની પ્રથમ વખત મિટિંગ યોજાઈ હતી, સૌ પ્રથમ મિટિંગની શરુઆતમા ઉપસ્થિત પત્રકાર મિત્રોએ એક-બીજાનો પરિચય આપ્યો હતો,
ત્યારબાદ ઉપસ્થિત પત્રકાર મિત્રો દ્વારા સર્વાનુમત્તે "નિડર પત્રકાર એસોસિએશન, સુઈગામ કારોબારીની રચના કરવામાં આવી હતી,જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી, તેમજ ઉપ-પ્રમુખ તરીકે રમેશભાઈ રાજપુત,ખજાનચી-વેરસીભાઈ રાઠોડ,મંત્રી- કિરણભાઈ એપા, સહમંત્રી-લતિફખાન મલેક, તેમજ વિક્રમસિંહ ઝાલા, કિરણ ઠાકોર, અમૃતજી રાઠોડ, દશરથ વાઘેલા, મેહુલભાઈ વેઝીયા, પ્રવિણ ઠાકોર અને પ્રવિણકુમાર ગોહિલ સહિતની કારોબારી સભ્યો તરીકે વરણી કરવામાં આવી હતી, જયારે"નિડર પત્રકાર એસોસિએશન, સુઈગામના પદાધિકારીઓની નિમણુંકને ઉપસ્થિત તમામ પત્રકારોએ વધાવી લીઘી હતી, બાદ તમામ "નિડર પત્રકાર એસોસિએશન સુઈગામ" સમિતિએ નડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.