નેત્રંગ નગરના ડબ્બા ફળીયા ખાતે આવેલ પંચાયત વારીગુહ ના કુવામા ઝરપણ થકી ગટરનુ પાણી પ્રવેશતા ઝાડા ઉલ્ટીના કેસો નજરે પડતા. મામલતદાર તેમજ આરોગ્ય વિભાગે સ્થળ નિરીક્ષણ કયુઁ. - At This Time

નેત્રંગ નગરના ડબ્બા ફળીયા ખાતે આવેલ પંચાયત વારીગુહ ના કુવામા ઝરપણ થકી ગટરનુ પાણી પ્રવેશતા ઝાડા ઉલ્ટીના કેસો નજરે પડતા. મામલતદાર તેમજ આરોગ્ય વિભાગે સ્થળ નિરીક્ષણ કયુઁ.


નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે ઝાડા ઉલ્ટી ના નગર ના અલગ અલગ વિસ્તારો માંથી દસ થી બાર જેટલા કેસો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન નોંધાતા.
નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગ તેમજ મામલતદાર હરકતમા આવતા તાત્કાલિક ઘોરણે તપાસ હાથ ધરવામા આવતા ડબ્બા ફળીયા ખાતે આવેલ પંચાયત વારીગુહ ના કુવામા ગટરના પાણી ઝરપણ થકી કુવામા પ્રવેશતા હોવાથી ઝાડા ઉલ્ટી ના કેસો નજરે પડી રહ્યા હોવાનુ પ્રાથમિક તારણ બહાર આવતા આરોગ્ય વિભાગ થકી ગ્રામપંચાયત વહીવટી તંત્ર ને નોટિસ ફટકારી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા તાકીદ કરવામા આવેલ છે.

નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પાંચ થી છ જેટલા તેમજ નગરના અન્ય વિસ્તારોમા ઝાડા ઉલ્ટી ના કેસો બહાર આવતા રેફરલ હોસ્પિટલ ખાતે તમામ ને સારવાર અર્થે લઈ જવામા આવ્યા હતા.જેની જાણ નેત્રંગ મામલતદાર રીતેશ બી કોકણી તેમજ આરોગ્ય વિભાગ ના બ્લોક હેલ્થ અધિકારી એ એન સીંગને થતા આરોગ્ય વિભાગ ની એક ટીમને તાત્કાલિક સર્વે માટે ગાંધીબજાર વિસ્તારમા મોકલવામા આવી હતી.

જ્યારે મામલતદાર કોકણી તેમજ આરોગ્ય વિભાગ ની ટીમે ઝાડા ઉલ્ટી ના કેસો થવા બાબતે તપાસ હાથ ધરાતા ડબ્બા ફળીયા ખાતે આવેલ પંચાયત વારીગુહ ના કુવા પાસે શાંતિનગર,જવાહરબજાર વિસ્તારમાંથી આવતા ગટરના ગદુ પાણી કુવામા ઝરપણ વાટે જતુ હોવાનુ પ્રાથમિક તપાસમા બહાર આવતા સરપંચ હરેન્દસિહ દેશમુખને આ બાબતે તાત્કાલિક નિરાકરણ લાવવા માટે મામલતદાર તેમજ આરોગ્ય વિભાગ થકી સુચના આપવામા આવેલ છે.

બીજી તરફ સરપંચ હરેન્દસિહ ના જણાવ્યા મુજબ વાતાવરણ થયેલ ફેરફાર ના કારણે ઝાડા ઉલ્ટી કેસો જોવા મળી રહ્યા છે.

નેત્રંગ નગરના ડબ્બા ફળીયા ખાતે આવેલ વારીગુહ કુવાનુ નિરીક્ષણ કરતા મામલતદાર તેમજ આરોગ્ય વિભાગ ની ટીમ.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.