આંસોદર પ્રાથમિક શાળામા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન પ્રારંભ - At This Time

આંસોદર પ્રાથમિક શાળામા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન પ્રારંભ


આંસોદર પ્રાથમિક શાળામા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન પ્રારંભ

દામનગર ના આંસોદર પ્રાથમિક શાળામા પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન પ્રારંભ
પ્લાસ્ટિકથી થતા નુકસાન ને અટકાવવા અને તંદુરસ્ત વાતાવરણ તૈયાર કરવાના હેતુથી પયાઁવરણ પ્રયોગશાળા અંતર્ગત લાઠી તાલુકાની આંસોદર પ્રાથમિક શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. શાળા પરીવારના સહીયારા પ્રયાસ થી શાળા અને ગામમાં જાગૃતતા ફેલાઈ.આચાર્ય સુરેશભાઈ નાગલાએ પ્રાર્થના કાર્યક્રમ માં પયાઁવરણના મહત્વ,પ્લાસ્ટિક ના નુકસાન વિશે વિગતે સમજ આપેલ.
પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવવા વધુ સીંગલયુઝ પ્લાસ્ટિક બોટલો ભેગી કરી તેમાં ઘરની ચીજ વસ્તુઓ ની ખરીદી બાદ એકઠા થયેલ સીંગલયુઝ પ્લાસ્ટિક ના ઝભલા એકઠાં કરી લાવનારને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. બાળકો દ્વારા ૫૦૦ થી વધુ બોટલો એકઠી કરવામાં આવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.