અમદાવાદ શહેરમાં આવનાર દિવસો માં વધશે ગરમીનો પારો જાણો કેટલું થશે તાપમાન અમદાવાદ શહેર નું - At This Time

અમદાવાદ શહેરમાં આવનાર દિવસો માં વધશે ગરમીનો પારો જાણો કેટલું થશે તાપમાન અમદાવાદ શહેર નું


તા:-૦૯/૦૫/૨૦૨૩
અમદાવાદ

અમદાવાદ માં આવનારા પાંચ દીવસો માં શહેર ના તાપમાન માં ૪૩ ડિગ્રી થી વધી ને ૪૪ ડિગ્રી સુધી નું તાપમાન વધવાની પૂરેપૂરી શકયતા છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવેલ સૂચનાઓ નું પાલન કરશો જરૂરી કામગીરી સિવાય શહેરમાં ફરસો નહિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇન્ડિયન ઓફ પબ્લીક હેલ્થ ગાંધીનગર નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ અમેરિકા અને IMD અમદાવાદ ના સહયોગ થી અમદાવાદ હિટ એક્શન પ્લાન ૨૦૨૩ અમલ માં મુકવામાં આવેલ છે જેના અનુસંધાને IMD અમદાવાદ દ્વારા આવનાર પાંચ દિવસોમાં અમદાવાદ શહેરના તાપમાન માં વધારો જોવા મળશે જેમાં તા:-૧૦/૫/૨૩ થી ૧૪/૦૫/૨૩ સુધી મિનિમમ તાપમાન નો પારો ૪૩ ડિગ્રી થી ૪૪ ડિગ્રી સુધીનો રહેશે જેના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરીજનોને અતિશય ગરમી થી બચવા નીચે મુજબની કાળજી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે

ગરમી થી બચવા એટલું જરૂર કરસો

અમદાવાદ શહેરીજનો ગરમી થી બચવા વધુ પ્રમાણ માં પાણી છાસ અથવા અન્ય પ્રવાહી નું સેવન કરવું જરૂરી છે લાંબા સમય સુધી તડકા માં ન રહેવુ હળવા રંગ ના સુતરાઉ કપડાં પહેરવા ઠંડકવાળા સ્થળોએ સમયાંતરે આરામ કરવો નાના બાળકો વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું

અતિશય ગરમી ના લીધે લુ ( હિટ સ્ટ્રોક ) લાગવાના લક્ષણો નીચે મુજબ છે
ગરમી ની અળાઈઓ ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી અને માંથાનો દુલ્હવો ચક્કર આવવા અને ચામડી લાલ ને સૂકી ને ગરમ થવી
તેમજ સ્નાયુઓ માં દુખાવો ને અશક્તિ આવવી તેમજ ઉબકા ને ઉલ્ટી થવી

નોંધ:-જો ઉપરાંત લક્ષણો દેખાય તો તરતજ નજીક ના આરોગ્ય સેન્ટર અથવા નજીક ના કોઈ તબીબની સલાહ લેવી અને ઇમરજન્સી માં ૧૦૮ નો સંપર્ક કરવો

રિપોર્ટ:- ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.