રાજકોટના રૈયારોડ પર ડ્રેનેજનું ઢાંકણુ ખુલી જતા અકસ્માતનો ભય, સેવાભાવી વૃદ્ધે પથ્થર રાખી લોકોનું ધ્યાન દોર્યું
શહેરમાં ઠેર-ઠેર રોડ રસ્તાની હાલત અતિ બિસ્માર જોવા મળી રહી છે. તેમાં પણ તાજેતરમાં પડેલા વરસાદે પડ્યા પર પાટુ માર્યું હોય તેમ ડ્રેનેજનાં પ્રશ્નો પણ જોવા મળી રહ્યા છે. જેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં મનપા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ રોડ-રસ્તા-ડ્રેનેજનાં નવા-નવા પ્રશ્નો સામે આવી રહ્યા છે. જેમાં આજરોજ રૈયારોડ પાસે ડ્રેનેજનું ઢાંકણુ ખુલી જવાની ઘટના સામે આવી હતી. જોકે સેવાભાવી વૃદ્ધે ખુલ્લી ભૂગર્ભ ગટર આગળ પથ્થર રાખી દીધો હતો. એટલું જ નહીં ત્યાં જ ઉભા રહીને તેમણે વાહન ચાલકોનું ધ્યાન પણ દોર્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતા મનપા તંત્ર દ્વારા જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.