આચાર્ય લોકેશજીએ નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદઘાટન કર્યું. - At This Time

આચાર્ય લોકેશજીએ નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદઘાટન કર્યું.


આચાર્ય લોકેશજીએ નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદઘાટન કર્યું.

 માનવ સેવા એ સૌથી મોટો ધર્મ છે - આચાર્ય લોકેશજી

 ડીબીસી ટ્રસ્ટ વરિષ્ઠ નાગરિકો અને બાળકોની સેવા કરવા માટે ગર્વ અનુભવે છે - ચેરમેન અનિલ મોંગા

ડીબીસી ટ્રસ્ટ દ્વારા દોરાહા હેવનલી પેલેસ ખાતે નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”નું ઉદ્ઘાટન આદરણીય જૈન આચાર્ય ડૉ. લોકેશ મુનિજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ચેરમેન અનિલ મોંગા, ઉપપ્રમુખ કાયલ મોંગા, શ્રીમતી રજની મોંગા, પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી ડો. સરદારાસિંહ જોહલ, વહીવટી અધિકારી ડો. તનુ જૈન ઉપસ્થિત રહ્યા હતા.
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય ડૉ. લોકેશજીએ નવનિર્મિત “હેવનલી એન્જલ્સ ચિલ્ડ્રન હોમ”ના ઉદઘાટન સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, ‘સેવા એ પરમ ધર્મ છે. માનવ સેવાથી મોટો કોઈ ધર્મ નથી. તેમણે ડીબીસી ટ્રસ્ટનાં અધ્યક્ષ અનિલ કે મોંગાના વખાણ કરતા તેમણે કહ્યું કે તેમણે 350 થી વધુ બાળકો માટે રહેવાની વ્યવસ્થા કરીને એક અદભુત કાર્ય કર્યું છે.
ટ્રસ્ટનાં ચેરમેન અનિલ મોંગા અને ટ્રસ્ટનાં અધિકારીઓએ અમેરિકા અને કેનેડાની શાંતિ સદભાવના યાત્રા પૂર્ણ કર્યા બાદ આચાર્ય લોકેશજીનું પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના ઉપપ્રમુખ કાઈલ મોંગાએ ઉદઘાટન સત્રને સંબોધતા ટ્રસ્ટની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને આચાર્ય ડો. લોકેશજીનો પરિચય રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના સભ્યો અમૃત ભાંભરી, અમરેન્દ્ર ધીમાન, રાજેશ નરુલા, નિખિલ ગર્ગ, ડીસીપી પાયલ, હરવિંદર સિંઘ, એસ. મો. પાયલ, કુલવીરસિંહ એસ. આઈ, પવનકુમાર એસ. આઇ. અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે, હેવનલી પેલેસના વરિષ્ઠ રહેવાસીઓ અને હેવનલી એન્જલ્સનાં બાળકો દ્વારા ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો, જેને સૌએ બિરદાવ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.