ભવ્ય ફાઉન્ડેશન દ્વારા શ્રી રોનકભાઈ ભાટીયાનું સન્માન કરવામાં આવ્યું. - At This Time

ભવ્ય ફાઉન્ડેશન દ્વારા શ્રી રોનકભાઈ ભાટીયાનું સન્માન કરવામાં આવ્યું.


મોડાસા ખાતે આવેલ નગર સોસાયટી ના પ્રમુખ શ્રી સુરેશભાઈ સી ભાટિયા ના સુપુત્ર શ્રી રોનકભાઈ ભાટીયા ને શિક્ષણ વિભાગમાં કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન દ્વારા ઇન્ડિયન ડાયમંડ ડીગ્નીટી એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં આવેલ અંતેલી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી રોનકભાઈ સી ભાટિયા ને શિક્ષણ વિભાગમાં નવોદય શિક્ષા અને સમાજસેવા ની કામગીરી બદલ આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. જયપુર ખાતે ભવ્ય ફાઉન્ડેશન યુનિવર્સિટી મા સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.